કેરળમાં આજે UDF સરકારનો શપથગ્રહણ સમારંભ, વીડી સતીશન લેશે CM પદના શપથ

Kerala oath taking ceremony: કેરળમાં આજે UDF સરકાર શપથ લેવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં UDF ગઠબંધને 140 માંથી 102 બેઠકો જીતી હતી. આ પછી, કોંગ્રેસે VD સતીસનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે VD સતીસન સાથે 20 મંત્રીઓ શપથ લેશે. સતીસને આ 20 લોકોના નામ રાજ્યાલને સોંપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સતીસનના મંત્રીમંડળમાં KC વેણુગોપાલના જૂથની સારી સંખ્યા હશે. સતીસન નાણાં મંત્રાલય પોતાની પાસે રાખી શકે છે. ગૃહ અને સતર્કતા વિભાગો રમેશ ચેન્નીથલાને આપી શકાય છે.
14 ધારાસભ્યો પહેલી વાર મંત્રી બનશે
સતિશને જણાવ્યું હતું કે તેમના મંત્રીમંડળમાં 14 પ્રથમ વખત મંત્રી બનશે, જેમાં બે મહિલા અને અનુસૂચિત જાતિ સમુદાયના બે સભ્યોનો સમાવેશ થશે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ મંત્રીમંડળમાં આઈયુએમએલ સહિતના સાથી પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આજે શપથ લેશે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મંત્રીઓની યાદી સુપરત કર્યા બાદ લોકભવનમાં આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી પદે નિયુક્ત તેમણે જણાવ્યું હતું કે સામાજિક અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને ગઠબંધન નેતાઓ વચ્ચે ચર્ચા કર્યા પછી નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સતિશને મુખ્યમંત્રી બન્યા પછી તેમની મુસાફરી દરમિયાન નાના કાફલાનો ઉપયોગ કરવાના તેમના નિર્ણય વિશે વાત કરતા કહ્યું કે તેઓ નહેરુવાદી સમાજવાદી છે અને જનતાને અસુવિધા ઓછી કરવા માટે આ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે 14 મંત્રીમંડળ સભ્યો નવા ચહેરા છે. સતિશને જાહેર કરેલા સંભવિત મંત્રીઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ભૂતપૂર્વ મંત્રીઓ રમેશ ચેન્નીથલા, કે. મુરલીધરન અને એ.પી. અનિલ કુમાર, તેમજ કેપીસીસીના વડા સની જોસેફનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: IPL 2026ની મેચો દર્શકો વિના કરાઓ: પેટ્રોલ-ડીઝલની મોંઘવારી વચ્ચે ખેલ મંત્રાલયને અરજી મળી











