ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ : પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલનું પ્રમુખપદેથી રાજીનામુ

અમદાવાદ, 23 જૂન : ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. આજે જાહેર થયેલ કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામ બાદ આ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીએ કારમો પરાજય મેળવતા આ હારની જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદ ઉપરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપી દીધું છે. હવે જ્યાં સુધી નવા કોઈ પ્રમુખ તરીકેના નામની જાહેરાત થાય નહીં ત્યાં સુધી શૈલેષ પરમાર આ જવાબદારી સંભાળશે તેવું જાણવા મળ્યું છે.
શક્તિસિંહે રાજીનામાં બાદ શું કહ્યું?
શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે ‘હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.’
I am very proud to be a disciplined soldier of India’ s oldest and ofcourse, the best political party of India.
I have worked hard and always endeavoured to (do) and give the best to our Party. Unfortunately, we have not succeeded today. We have lost the Visavadar and Kadi… pic.twitter.com/gwwQChD87a— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 23, 2025












