ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે મહારાષ્ટ્ર પણ ધર્માંતરણ વિરોધી કાયદો બનશે, અન્ય 10 રાજ્યો કરતા વધુ હશે કડકાઈ

મહારાષ્ટ્રઃ 15 જુલાઈ, 2025: Maharashtra Love Jihad Act: મહારાષ્ટ્ર સરકાર રાજ્ય વિધાનસભાના આગામી શિયાળું સત્રમાં ધર્માંતરણને રોકવા માટે કડક કાયદો રજૂ કરવાની યોજના બનાવવા જઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી (ગ્રામીણ) પંકજ ભોયરે વિધાનસભા પરિષદમાં તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત કાયદામાં અન્ય રાજ્યોની સમાન કાયદાની તુલનામાં કડક જોગવાઈ હશે. લાગુ થયા બાદ મહારાષ્ટ્ર આ કાયદો લાગુ કરનારૂ 11મું રાજ્ય બની જશે.

શિયાળું સત્રમાં રજૂ કરાશે બિલ

પંકજ ભોયરે ગૃહમાં જણાવ્યું કે, પોલીસ મહાનિર્દેશકના નેતૃત્વમાં એક પેનલની રચના કરી છે, જે ધર્માંતરણ સામે એક એવો કાયદો તૈયાર કરશે દે બાકી 10 રાજ્યોની તુલનામાં વધુ કડક હશે. આ મુદ્દે પોલીસ મહાનિર્દેશક દ્વારા તૈયાર કરવામાં આ રહેલી એક રિપોર્ટ પ્રસ્તુત કરી દેવામાં આ છે અને આગામી (શિયાળું) સત્રમાં આ કાયદો પસાર કરવામાં આવશે.

વિધાનસભાનું સત્ર સામાન્ય રીતે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં આયોજિત કરવામાં આવે છે.

કયા 10 રાજ્યોએ લાગુ કર્યો છે ધર્માંતરણનો કાયદો

  1. રાજસ્થાન
  2. ઉત્તર પ્રદેશ
  3. મધ્ય પ્રદેશ
  4. ઓડિશા
  5. આંધ્ર પ્રદેશ
  6. છત્તીસગઢ
  7. ગુજરાત
  8. હિમાચલ પ્રદેશ
  9. ઝારખંડ
  10. ઉત્તરાખંડ

આદિવાસીઓના ધર્માંતરણના આરોપો

નોંધનીય છે કે, ભાજપ-શિવસેના-એનસીપી સરકાર દ્વારા આવા કાયદા તરફનું આ પગલું ભાજપના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ લેવામાં આવ્યું છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે,  વિદેશી ભંડોળથી બનેલા ગેરકાયદે ચર્ચો દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે.

ભાજપના અનૂપ અગ્રવાલે દાવો કર્યો હતો કે, ‘પાલઘર અને નંદુરબાર જેવા આદિવાસી જિલ્લાઓમાં ગેરકાયદે ચર્ચોની સંખ્યા ખૂબ વધી રહી છે. લગભગ 2,000 વસ્તીવાળા ગામડાઓમાં અડધો ડઝન ચર્ચ છે. ધમકીઓ અને તબીબી સહાયની લાલચ દ્વારા તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે.’

આ પહેલીવાર નથી જ્યારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે કથિત બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહીની માંગ કરી હોય. માર્ચમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં “લવ જેહાદ” કાયદાની જરૂરિયાતની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે, સરકારને આવા કેસોની 1,00,000થી વધુ ફરિયાદો મળી છે.

આ પણ વાંચોઃ 10 દિવસમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો નહીં તો ભુજમાં કચ્છના સંતો કરશે અનશન

આ પણ વાંચોઃ VIDEO: વનતારા અને ગુજરાત વન વિભાગ વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

Back to top button