ટ્રેન્ડિંગનેશનલ

લ્યો બોલોઃ યુવકે પોતે જ બ્લેડથી પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો; પોલીસને ગેરમાર્ગે દોરવા ઘડી જૂઠી કહાણી

ભોપાલ, તા. 4 ઓક્ટોબર, 2025: મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક યુવક પર થયેલા કથિત હુમલાના કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવકે બુકાનીધારી બદમાશોના હુમલાની જૂઠી કહાણી બનાવી હતી, જ્યારે હકીકત એ છે કે તેણે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં આવીને બ્લેડથી પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ગાંગઈ ગામના રહેવાસી યુવકના ભાઈએ થોડા દિવસો પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે 10 વાગ્યે એનટીપીસી રોડ પર કેટલાક અજાણ્યા નકાબપોશ બદમાશોએ બસંત નામના યુવક પર હુમલો કર્યો હતો.

જુઠ્ઠું નિવેદન અને પોલીસની કાર્યવાહી

ગાડરવારા હોસ્પિટલ પહોંચ્યા પછી, ઘાયલ યુવકે પોલીસને જણાવ્યું હતું કે મોટરસાયકલ અને કારમાં સવાર 4-5 લોકોએ તેને રોક્યો હતો, મોં પર કપડું બાંધ્યું હતું, તેને ઘસડીને નીચે પાડી દીધો હતો અને જાનથી મારી નાખવાના ઇરાદે તેના પ્રાઈવેટ પાર્ટ અને જાંઘ પર છરી વડે હુમલો કર્યો હતો. આ નિવેદનના આધારે, પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવી સચ્ચાઈ

જોકે, પોલીસે જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે આખી સચ્ચાઈ સામે આવી. પોલીસના જણાવ્યા મુજબ, યુવક લાંબા સમયથી શારીરિક નબળાઈ અને બીમારીથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તે ગંભીર માનસિક તણાવ અને અવસાદ (ડિપ્રેશન) માં હતો. ઘટનાના દિવસે તે પોતે જ બ્લેડ લઈને એનટીપીસી રોડ પર પહોંચ્યો હતો અને પોતાના પ્રાઈવેટ પાર્ટ તેમજ જાંઘ પર ઘા મારીને પોતાને ઘાયલ કરી લીધો હતો. આ કૃત્ય કર્યા પછી, તેણે પોતાના ભાઈને ફોન કર્યો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હુમલાની આ બનાવટી વાર્તા ઘડી કાઢી હતી.

પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે કથિત હત્યાનો પ્રયાસ માત્ર એક મનઘડંત કહાણી હતી. યુવકે માનસિક તણાવ અને શારીરિક પીડાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

Back to top button