હાઈવે પર કાર પંચર થઈ, ટાયર બદલવા જતાં ટ્રકે કચડી નાખ્યા, 5 લોકોના મોત

Dindori Road Accident: મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના ગડાસરાય પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કિક્રતલાબ ગામ નજીક જબલપુર-અમરકંટક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી.
ટાયર બદલતી વખતે ટ્રકે કચડી નાખ્યા
પોલીસના જણાવ્યા મુજબ, મુસાફરો પિકઅપ ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. અચાનક ટાયર પંકચર થઈ ગયું. ડ્રાઈવરે રસ્તાની બાજુમાં વાહન રોક્યું અને તેને બદલવાનું શરૂ કર્યું, જ્યારે અન્ય મુસાફરો બહાર નીકળીને નજીકમાં ઉભા રહ્યા. તે દરમિયાન, એક ઝડપી ટ્રક પસાર થઈ અને રસ્તા પર ઉભેલા લોકોને ટક્કર મારી દીધી.
ડિંડોરીના પોલીસ અધિક્ષક, વહની સિંહે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે પિકઅપ ડ્રાઇવર સહિત પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક ડ્રાઈવર ઊંઘી ગયો હતો અને રસ્તા પર ઉભેલા લોકોને ધ્યાન આપ્યું ન હતું. જોકે, ડ્રાઈવર એવો પણ દાવો કરે છે કે પીડિતો રસ્તાની વચ્ચે ઉભા હતા, જેના કારણે અકસ્માત ટાળવો અશક્ય બની ગયો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. દરમિયાન, સ્થાનિક રહેવાસીઓ પણ આ ઘટનાથી રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે ટ્રક ડ્રાઇવરો હાઇવે પર બેદરકારીથી વાહન ચલાવે છે, જેના પરિણામે આવા અકસ્માતો થાય છે. વહીવટીતંત્રે ટ્રક ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો: Breaking News: અમેરિકા-ઈરાનની વાતચીત ફેલ જતાં પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી












