ટોપ ન્યૂઝનેશનલ

લખનઉમાં તક્ષશીલા જેવી દુર્ઘટના: એનિમેશન સેન્ટરમાં આગ, 15 વિદ્યાર્થીઓના મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારના પુરાનિયા વિસ્તારમાં સોમવારે એક ભીષણ આગની ઘટના સામે આવી હતી. એક દુકાનમાં અચાનક લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી, જેના કારણે સમગ્ર ઈમારત ધુમાડા અને આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોવાથી ઘટનાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ ઈમારતમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો અને કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ભયજનક બની ગઈ હતી કે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કની અને છત પરથી કૂદવાનો નિર્ણય લીધો હતો. ઘટનાના વીડિયો અને તસવીરોમાં વિદ્યાર્થીઓને ઈમારતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોઈ શકાય છે.

ધુમાડાના ગોટેગોટાથી ફેલાયો ભયનો માહોલ

આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈમારતમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. કોચિંગ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓની ચીસો સંભળાતાં સ્થાનિક રહેવાસીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિક લોકોએ પોતાની જાન જોખમમાં મૂકી ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અનેક લોકોને ઈમારતમાંથી બહાર લાવવામાં સ્થાનિક નાગરિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળે આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, જ્યારે પોલીસ અને બચાવ ટીમોએ ઈમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

સુરક્ષા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આસપાસના લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી ઘટનાની નોંધ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanathએ તાત્કાલિક નોંધ લીધી હતી. તેમણે વહીવટી અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા.

મુખ્યમંત્રીએ ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાતરી કરવા માટે પણ સૂચનાઓ આપી હતી. સાથે જ સમગ્ર ઘટનાની સતત મોનીટરીંગ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

પ્રાથમિક માહિતી મુજબ આગ એક દુકાનમાંથી શરૂ થઈ હતી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રિકલ ખામી કે અન્ય કોઈ કારણસર લાગી હતી કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ

અલીગંજના પુરાનિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર લખનૌ શહેરમાં ચિંતા ફેલાવી છે. રાહત અને બચાવ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસો ચાલુ છે અને આગને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે અગ્નિશામક દળ કાર્યરત છે.

આ ઘટના ફરી એકવાર જાહેર સ્થળો અને કોચિંગ સંસ્થાઓમાં અગ્નિસુરક્ષા વ્યવસ્થાઓની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Back to top button