ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્થાનિક આતંકવાદીઓની ઓળખ થઈ, યાદી અને ફોટા પણ જાહેર કરવામાં આવ્યા

શ્રીનગર, 24 એપ્રિલ, 2025: Local terrorists identified પહેલગામમાં તાજેતરના ઈસ્લામિક જેહાદી આતંકી હુમલા પછી તંત્ર અત્યંત સતર્ક થયું છે જેને પગલે સ્લીપરસેલની જેમ કામ કરતા સ્થાનિક આતંકવાદીઓની ઓળખ થઈ છે. સરકાર દ્વારા આ સ્થાનિક સ્લીપરસેલ આતંકવાદીઓની યાદી તેમના ફોટા સાથે જારી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા જેહાદી આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. સેનાના જવાનો હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધમાં લાગેલા છે. આ દરમિયાન કાશ્મીર ખીણમાં હાજર સ્થાનિક આતંકવાદીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી અનુસાર કાશ્મીરમાં કુલ 14 સ્થાનિક આતંકવાદીઓ સક્રિય છે. સોપોરમાં લશ્કરનો એક સ્થાનિક આતંકવાદી સક્રિય છે. અવંતીપુરામાં જૈશનો એક આતંકવાદી સક્રિય છે. પુલવામામાં લશ્કર અને જૈશના બે-બે સ્થાનિક આતંકવાદીઓ સક્રિય છે. શોપિયામાં એક હિઝબુલ અને ચાર લશ્કરના આતંકવાદીઓ સક્રિય છે. જ્યારે અનંતનાગમાં હિઝબુલના બે સ્થાનિક આતંકવાદીઓ સક્રિય હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કુલગામમાં લશ્કરનો એક સ્થાનિક આતંકવાદી સક્રિય છે.

સ્થાનિક આતંકી યાદી - HDNews

દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ‘મિની સ્વિટ્ઝરલેન્ડ’ તરીકે જાણીતા મુખ્ય પર્યટન સ્થળ બાયસરણ વેલીમાં મંગળવારે ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના હિન્દુ પર્યટકો હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સેના તથા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આતંકવાદી હુમલાની કડક નિંદા કરતાં કહ્યું હતું કે આ ‘‘ઘૃણાસ્પદ કૃત્ય’’ની પાછળ જે લોકો છે તેમને છોડવામાં નહીં આવે.

જેહાદીઓએ કરેલા હત્યાકાંડ બાદ ઘટનાના સાક્ષીઓ સાથેની વાતચીતના આધારે હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. પીડિતોએ જ જણાવ્યું હતું કે તેઓ કેવા દેખાતા હતા, જેના આધારે તેમના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્રણેય આતંકવાદીઓ પર 20-20 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. આતંકવાદીઓના આ સ્કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ હવે બાંગ્લાદેશનું પાણી પણ… જુઓ ચર્ચામાં રહેલા ભાજપ નેતાએ કેન્દ્ર સરકાર પાસે શું માંગ કરી

આ પણ વાંચોઃ હવે બાંગ્લાદેશનું પાણી પણ… જુઓ ચર્ચામાં રહેલા ભાજપ નેતાએ કેન્દ્ર સરકાર પાસે શું માંગ કરી

 

Back to top button