કેનેડામાં ફાયરિંગ બાદ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો દાવો, ‘ગેંગમાં કોઈ મતભેદ નથી’

Lawrence Bishnoi gang claims: કેનેડાના બ્રેમ્પટનમાં આવેલા મહલ સ્વીટ્સ પર થયેલી ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં પોતાને લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા હોવાનું જણાવનાર વ્યક્તિએ ફાયરિંગની જવાબદારી લેવાનો દાવો કર્યો છે.
વાયરલ પોસ્ટમાં જણાવાયું છે કે આ હુમલાની જવાબદારી આરજુ બિશ્નોઇ, ટાયસન બિશ્નોઇ અને શુભમ લોંકર લે છે. સાથે જ પોસ્ટમાં ગેંગની અંદર કોઈપણ પ્રકારના મતભેદ હોવાના અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગેંગના તમામ સભ્યો એકજૂટ છે અને સાથે મળીને આગળની લડત લડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
પોસ્ટમાં એક વ્યક્તિને સીધી ધમકી પણ આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અગાઉ પણ તેને ફોન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે તેને ગંભીરતાથી લીધી નહોતી. પોસ્ટમાં આગળ ધમકી આપતા કહેવામાં આવ્યું છે કે જો આગામી વખત ફોનને અવગણવામાં આવશે તો મોલમાં ઘુસી જઈને ગોળી મારી દેવામાં આવશે.
હાલ આ વાયરલ પોસ્ટની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. કેનેડાની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
બીજી તરફ, દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ગુરુવારે એક જિમ પર પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. માહિતી અનુસાર, બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ જિમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાની માહિતી વહેલી સવારે PCR કોલ મારફતે મળી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ પોતાના ચહેરા કપડાથી ઢાંકી રાખ્યા હતા જેથી તેમની ઓળખ થઈ ન શકે.
પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. હાલમાં સ્થાનિક પોલીસ અને વિશેષ ટીમો આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : નિવૃત જજ કરશે અયોધ્યા રામમંદિર ડોનેશન મામલાની તપાસ, ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય












