ઓડિશામાં જમીન વિવાદે લીધો ખૂની વળાંક, પુત્રએ માતા-પિતાની કરી હત્યા

Land dispute takes a deadly turn : ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાંથી એક દિલ દહોળી નાખે તેવી ઘટના સામે આવી છે. જિલ્લાના બાલિકુદા પોલીસ સ્ટેશન વિસ્તારના તેરતાંગ ગામમાં રવિવારે પારિવારિક વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક પુત્રએ પોતાના જ પિતા અને સાવકી માતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી માહિતી મુજબ પરિવાર વચ્ચે લાંબા સમયથી જમીન અને સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે પરિવારના સભ્યો વચ્ચે સતત તણાવ રહેતો હતો. રવિવારે આ જ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી પુત્રએ ગુસ્સામાં આવી પોતાના પિતા અને સાવકી માતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હુમલો એટલો ગંભીર હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ બાલિકુદા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કબ્જામાં લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ હત્યાના આરોપમાં પુત્રની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસ હાલમાં પરિવારના સભ્યો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જમીન-જાયદાદનો વિવાદ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ અન્ય કારણોની પણ તપાસ કરી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે પારિવારિક વિવાદ અને સંપત્તિને લઈને વધતો તણાવ કેવી રીતે સંબંધોને ખતમ કરી શકે છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને મામલાની વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Horoscope 15th June: આ લોકો ઓફિસ પોલિટિક્સથી દૂર રહે |Astro |Hum dekhenge news












