સાવધાન મહિલાઓઃ કુરિયર ડિલિવરીના નામે ઘરમાં આવ્યો, પેન માગી અને પછી…

પુણે, 3 જુલાઈ, 2025: Ladies, be careful મહારાષ્ટ્રના પુણે શહેરમાં બુધવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક અજાણ્યો વ્યક્તિ કુરિયર ડિલિવરી એજન્ટ તરીકે 22 વર્ષીય મહિલાના ફ્લેટમાં ઘૂસી ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ ચાલુ છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે મહારાષ્ટ્રના પુણે શહેરના કોંધવા વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં બની હતી. એક અજાણ્યા પુરુષે ‘કુરિયર ડિલિવરી એક્ઝિક્યુટિવ’ તરીકે ઓળખાતા 22 વર્ષીય મહિલાના ફ્લેટમાં ઘૂસીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન અચાનક બંધ: મુસાફરો મુશ્કેલીમાં
જાણો સમગ્ર મામલો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “છોકરીના ભાઈ કોઈ કામ માટે બહાર ગયા હતા અને તે ફ્લેટમાં એકલી હતી. સાંજે લગભગ 7.30 વાગ્યે, એક વ્યક્તિ ડિલિવરી બોય તરીકે પોતાને રજૂ કરીને ફ્લેટમાં આવ્યો અને તેણે કથિત રીતે ઘરમાં ઘૂસીને છોકરી પર દુષ્કર્મ આચર્યું અને ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો.”
આરોપીએ પોતાને કુરિયર ડિલિવરી બોય તરીકે ઓળખાવ્યો અને પીડિતાને કહ્યું કે તેની બેંકમાંથી એક પત્ર આવ્યો છે જેના પર તેણીએ સહી કરવાની જરૂર છે. જ્યારે મહિલાએ કહ્યું કે તેની પાસે પેન નથી, ત્યારે આરોપીએ પણ ના પાડી દીધી. જ્યારે મહિલા પેન લેવા માટે તેના બેડરૂમમાં ગઈ, ત્યારે આરોપીઓએ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે મહિલાના મોબાઇલ ફોન પર સેલ્ફી પણ લીધી અને કથિત રીતે ધમકીભર્યો સંદેશ લખ્યો.
આ પણ વાંચોઃ તારાપુર હાઈવે ‘ન્યુ માયા’ હોટલમાં જમવામાં ગરોળી નિકળતા એસ.ટી તંત્રએ હોટેલનો પરવાનો રદ કર્યો












