ક્યોંકી સાસ ભી કભી બહૂ થી સિઝન-2 તૈયારઃ જાણો ક્યારે શરૂ થશે અને કેટલા એપિસોડ હશે?

HD News Desk ,14 જૂન 2025 : સ્ટાર પ્લસની OG સીરિયલ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” તેની સીઝન 2 સાથે પરત ફરી રહી છે. બીજી સીઝનમાં પહેલી સીઝનના ઘણા ચહેરા જોવા મળશે. આ ચહેરાઓમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયના નામ પણ શામેલ છે. હવે આ સીરિયલની સીઝન 2 અંગે કેટલાક અપડેટ્સ આવ્યા છે. આ સીઝન પહેલી સીઝનની 25મી વર્ષગાંઠ પર પ્રીમિયર થશે.
સીઝન 2નું ક્યારે પ્રીમિયર થશે
સિરિયલ સાથે સંકળાયેલા સૂત્રોએ ઝૂમને જણાવ્યું હતું કે શોની બીજી સીઝન 3 જુલાઈના રોજ પ્રીમિયર થશે, જે પહેલી સીઝનની 25મી વર્ષગાંઠ છે. ક્યુંકી સાસ ભી કભી બહુ થીની પહેલી સીઝન 3 જુલાઈ, 2000 ના રોજ પ્રીમિયર થયું હતું.
“ક્યુંકી સાસ ભી કભી બહુ થી” માં કેટલા એપિસોડ હશે?
શોના એપિસોડ વિશે વાત કરીએ તો, પહેલી સીઝનમાં લગભગ ૧૮૦૦ એપિસોડ હતા. “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” ની પહેલી સીઝન ૨૦૦૦ થી ૨૦૦૮ દરમિયાન સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ હતી. જોકે, સીઝન ૨ માં એટલા બધા એપિસોડ નહીં હોય. રિપોર્ટ અનુસાર, બીજી સીઝનમાં ૧૫૦ થી ૨૦૦ એપિસોડ હશે.
“ક્યુંકી સાસ ભી કભી બહુ થી” સીઝન 2 હાલમાં તેના નિર્માણ તબક્કામાં છે. આ શો સોમવારથી રવિવાર રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ પર પ્રસારિત થશે. પહેલી સીઝન પણ સ્ટાર પ્લસ પર રાત્રે 10:30 વાગ્યે પ્રસારિત થઈ હતી.
આ પણ વાંચો: Pahelgam Attack: મૃતક ટટ્ટુચાલકની પત્નીને અપાઈ સરકારી નોકરી












