2027 સુધીમાં ભારત કેવી રીતે બનશે 30 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા? વિશ્વ બેંકે આપ્યો મંત્ર

નવી દિલ્હી, 8 નવેમ્બર, 2025: ભારતને 2047 સુધીમાં 30 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થામાં અનેક પગલાંઓ ઉઠાવવા પડશે. તેમાં મુખ્ય રીતે નાણાંકીય ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા તેમજ ખાનગી મૂડી એકત્રિત કરવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે. વિશ્વ બેન્કે શુક્રવારે જારી કરેલા એક રિપોર્ટમાં કહ્યુ કે ભારતના વિશ્વ સ્તરીય ડિજીટલ સાર્વજનિક મૂળ ઢાંચા અને સરકારી કાર્યક્રમોમાં પુરુષો અને મહિલાઓ માટે નાણાંકીય સેવાઓ સુધી પહોંચવામાં ઉલ્લેખનીય સુધારો કર્યો છે.
વિશ્વ બેંકના નાણાકીય ક્ષેત્ર મૂલ્યાંકન (FSA) અહેવાલમાં જણાવાયું છે કે ભારતને સહકારી બેંકો પર નિયમનકારી સત્તાનો વિસ્તાર કરવાની જરૂર છે. મુખ્ય નિયમોને કડક બનાવવા અને અસરકારકતા વધારવા માટે નિયમનકારી અને દેખરેખ વિભાગોનું પુનર્ગઠન કરવું જોઈએ. એજન્સીએ NBFCs માટે સ્કેલ-આધારિત નિયમનનું પણ સ્વાગત કર્યું છે, જે આ વૈવિધ્યસભર ઉદ્યોગની વિવિધ જરૂરિયાતોને ઓળખે છે. તેણે બેંકો અને NBFCs પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને વધુ મજબૂત બનાવવાની ભલામણ કરી છે.
અહેવાલ શું કહે છે?
અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા FSAPથી, મૂડી બજારો (ઇક્વિટી, સરકારી બોન્ડ અને કોર્પોરેટ બોન્ડ) GDPના 144% થી વધીને 175% થયા છે. આ લાભોને મજબૂત મૂડી બજાર માળખા અને વૈવિધ્યસભર રોકાણકાર આધાર દ્વારા ટેકો મળે છે. અહેવાલમાં વધુ મૂડી એકત્ર કરવા માટે ક્રેડિટ વૃદ્ધિ પદ્ધતિઓ, જોખમ વહેંચણી સુવિધાઓ અને સિક્યોરિટાઇઝેશન પ્લેટફોર્મ વિકસાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ ટેરિફની વચ્ચે ભારતનો મોટો ફેંસલો, અમેરિકા પાસેથી હજ્જારો કરોડોમાં ખરીદશે તેજસ ફાઇટર જેટ્સ












