કેએલ રાહુલે ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંતની સામે હાથ જોડ્યા, પણ કેમ? જુઓ વીડિયો

લીડ્સ, 21 જૂન, 2025: KL Rahul and Rishabh Pant viral video લીડ્સમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનું સમાપન થયું ત્યારબાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. BCCI દ્વારા જારી આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દિવસ પૂરો થયા બાદ ડ્રેસિંગ રૂમમાં આવેલા ઋષભ પંત સમક્ષ કે એલ રાહુલે બે હાથ જોડ્યા છે અને નતમસ્તક કર્યું છે. આવું તેણે કેમ કર્યું હશે?
હેડિંગ્લે લીડ્સમાં ગઈકાલથી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી બે બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે સદી ફટકારી હતી. જ્યારે ઋષભ પંત 102 બોલમાં 65 રન બનાવીને નોટઆઉટ રહ્યો. તેની પાસે બીજા દિવસે સદી પૂર્ણ કરવાની તક હશે.
આ દરમિયાન, પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ BCCIએ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ જ્યારે શુભમન ગિલ અને ઋષભ પંત ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા, ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે ડ્રેસિંગ રૂમમાં બંનેનું શાનદાર રીતે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. આ દરમિયાન કેએલ રાહુલે ગિલની પીઠ થપથપાવી. જ્યારે ઋષભ પંત ડ્રેસિંગ રૂમ તરફ આવ્યો, ત્યારે કેએલ રાહુલે તેની સામે હાથ જોડી લીધા. પંતે આ ઇનિંગ દરમિયાન કેટલાક એવા શોટ રમ્યા જે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ દિવસની રમતની છેલ્લી ઓવરમાં તેણે ક્રિસ વોક્સના બોલ પર છગ્ગો પણ ફટકાર્યો, જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો.
𝗥𝗮𝘄 𝗘𝗺𝗼𝘁𝗶𝗼𝗻𝘀
Straight from the #TeamIndia Dressing Room after the end of an exciting Day 1 at Headingley#ENGvIND pic.twitter.com/oj4kWMSbeW
— BCCI (@BCCI) June 20, 2025
ટેસ્ટ મેચના બીજા દિવસે પણ ઋષભ પંત આજે પણ એવી જ રમત રમશે તેવી સૌને અપેક્ષા છે. જો તે બીજા દિવસની રમત દરમિયાન શરૂઆતની કેટલીક ઓવરો સાવચેતીથી રમી લે તો તે સદી પૂર્ણ કરી શકે છે. પંતના નામે ઈંગ્લેન્ડમાં બે સદી નોંધાયેલી છે. એક સદી તેણે 2018માં ફટકારી હતી. પંતે બીજી સદી 2022માં ફટકારી હતી.
લીડ્સ ટેસ્ટમાં આ 65 રનની ઇનિંગ દરમિયાન પંતે એમએસ ધોનીનો મોટો રેકોર્ડ પણ તોડી દીધો. તે હવે સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે.
આ પણ વાંચોઃ ભારત vs ઇંગ્લેન્ડ ટેસ્ટ : કેપ્ટન ગિલ અને જયસ્વાલની સદી, પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાની મજબૂત સ્થિતિ
આ પણ વાંચોઃ Operation Sindhu: ઈરાનથી ત્રીજું વિમાન ભારત આવ્યું, જાણો અત્યાર સુધી કેટલા ભારતીય પરત ફર્યા
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












