તેલંગણામાં મોટો અકસ્માત: રોંગ સાઈડમાં આવતા ડમ્પરે સરકારી બસને ટક્કર મારી, 17 લોકોના મોત

તેલંગાણા, 03 નવેમ્બર 2025: સોમવારે સવારે તેલંગાણામાં એક મોટો અકસ્માત થયો હતો. રંગા રેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ પર રોંગ સાઈડથી આવી રહેલા ડમ્પરે તેલંગાણા રોડવેઝ બસને ટક્કર મારી. હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે ડમ્પરે બસને ફાડી નાખી અને બસના અડધા ભાગ પર પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ પોલીસ અને વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી છે. રોડવેઝ બસમાં લગભગ 70 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘણા મુસાફરો ઘાયલ થયા છે. રોડવેઝ બસ તંદુર ડેપોની છે.
Truck driving on wrong direction had head on collision with TGRTC bus.
12 Dead
Location: Khanapur Gate, Chevella, Telangana pic.twitter.com/Ckuf5x74nS
— Telangana Maata (@TelanganaMaata) November 3, 2025
તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે અકસ્માત બાદ કાર્યવાહી કરી અને RTCના MD નાગી રેડ્ડી અને રંગા રેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી, ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવા સૂચના આપી. મંત્રીએ RTC અધિકારીઓને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌરના એક નિર્ણયે બાજી પલટી નાખી, સાઉથ આફ્રિકાના જડબામાંથી મેચ છીનવી લીધી












