કપિલ શર્માએ ફરીથી રિલીઝ કરવી પડશે ફિલ્મ, સ્ક્રીન ન મળતાં ઝટકો લાગ્યો

મુંબઈ, 28 ડિસેમ્બર 2025 : રણવીરની ‘ધુરંધર’નાં પ્રવાહમાં ધોવાઈ ગયેલી કપિલ શર્માની ફિલ્મ હવે રીરીલિઝ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
નિર્માતાઓએ જાન્યુઆરીમાં જ્યારે કોઈ મોટી ફિલ્મ સ્પર્ધામાં ન હોય ત્યારે તેને નવેસરથી રીલિઝ કરવાનો તખ્તો ગોઠવ્યો છે. નાનાં-મોટાં થિયેટરોમાં પણ થોડાંઘણાં સ્ક્રીન મળી જાય તો એટલિસ્ટ ફિલ્મનો ખર્ચો નીકળી જાય તેવો તેમનો હેતુ છે.
ઉલ્લેખનીય છે કે કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ ગઈ તા. 12મી ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. પરંતુ હજુ આગલાં સપ્તાહે જ રજૂ થયેલી રણવીરની ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર સફળ થતાં મોટાભાગના થિયેટર માલિકોએ કપિલની ફિલ્મ માટે સ્ક્રીન ફાળવવાનો જ ઈન્કાર કરી દીધો હતો. આ ફિલ્મ કુલ 12 કરોડ રુપિયામાં સમેટાઈ ગઈ હતી. તેના કારણે ફિલ્મના નિર્માતાઓને ભારે મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : કૂતરાના એઠા ખોરાકથી પણ થઈ શકે છે રેબીઝ? જાણો આ જોખમી બીમારી કેવી રીતે ફેલાય છે












