કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી થયું ફાયરિંગઃ બિશ્નોઇ ગેંગે ધમકી આપતા લીધી જવાબદારી
કેનેડાઃ 7 ઓગસ્ટ, 2025: Kapil Sharma Cafe Attacked in Canada: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કેનેડાના કાફેમાં એકવાર ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. કેટલાક ગુંડાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગોળીબારની જવાબદારી લીધી છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ સમાચારની ચકાસણી કરી રહી છે.
નોંધનીય છે કે, કપિલ શર્માનું કેનેડાના સરેમાં કેપ્સ કાફે નામનું એક કાફે છે. આ કાફેમાં ફરી એકવાર ગોળીબાર થયો હતો, જેની જવાબદાર લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા લેવામાં આવી છે.
कनाडा में कपिल शर्मा के कैफे “CAPS CAFE” पर फिर फायरिंग..
लॉरेंस गैंग ने ली जिम्मेदारी
एक महीने में दूसरी बार फायरिंग हुई pic.twitter.com/wNLvAsaYTE
— ऋषभ त्यागी (वशिष्ठ) (@RISHABH79RAAZ) August 7, 2025
ફાયરિંગ અંગેની આ માહિતી એક સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે. જોકે, પોલીસ હજુ પણ તેની ચકાસણી કરી રહી છે. ફાયરિંગનો 9 સેકન્ડનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ 9 સેકન્ડના વીડિયોમાં ફાયરિંગનો અવાજ એક ડઝનથી વધુ વખત સાંભળી શકાય છે.
હવેની કાર્યવાહી મુંબઈમાં થશે…
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘જય શ્રી રામ, સત શ્રી અકાલ. બધા ભાઈઓને રામ રામ. આજે જે કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફાયરિંગ થઈ, તેની જવાબદારી ગોલ્ડી ઢિલ્લો અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ લે છે. અમે તેને કૉલ કર્યો હતો, તેને રિંગ ન સંભળાઈ એટલે કાર્યવાહી કરવી પડી. જો હજુ પણ રિંગ નહીં સંભળાય તો આગળની કાર્યવાહી મુંબઈમાં કરવામાં આવશે.’
10 જુલાઈએ પણ થઈ હતી ફાયરિંગ
આ પહેલા 10 જુલાઈના રોજ, કેનેડાના સરેમાં સ્થિત કપિલ શર્માના નવા રેસ્ટોરન્ટમાં ગોળીબાર થયો હતો. ગોળીબારના એક દિવસ પછી, કાફે મેનેજમેન્ટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘અમે આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છે, પરંતુ હિંસા સામે તેમનું વલણ મક્કમ છે.’
આ મામલે પોલીસે જણાવ્યું કે, ગુરૂવારે સ્થાનિક સમયાનુસાર 1:50 વાગ્યે એક સંસ્થા તરફથી ફોન આવ્યો હતો, જોકે સંસ્થાનું નામ આપવામાં આવ્યું નથી. ત્યારબાદ 10 જુલાઈના રોજ સવારે 1:50 વાગ્યે 120મી સ્ટ્રીટના 8400 બ્લોકમાં એક સંસ્થામાં ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી. જેના કારણે કાફેની સંપત્તિને નુકસાન થયું હતું. ઘટનાના સમયે કર્માચારીઓ કાફેમાં હાજર હતા. પરંતુ, કોઈ જાનહાનિ નહતી થઈ.
આ પણ વાંચોઃ હરતાલિકા તીજ 2025: 25 કે 26 ઓગસ્ટ, ક્યારે ઉજવાશે? જાણો પૂજા વિધિ, વ્રત પારણ નિયમો અને મહત્ત્વ
આ પણ વાંચોઃ ભારતમાં અમેરિકા જેવી AI ટ્રાફિક ટેકનોલોજીનો પ્રવેશ, જાણો કયા શહેરમાં લાગશે સ્માર્ટ સિગ્નલ












