ટ્રેન્ડિંગનેશનલ

આ તો હદ થઈ ગઈ…! કાવડિઓએ CRPF જવાન સાથે કરી મારામારી, રેલવે સ્ટેશન પર પટકીને માર્યા લાત અને મુક્કા

ઉત્તર પ્રદેશઃ 19 જુલાઈ, 2025: UP Kanwar Yatra: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર શનિવારે કાવડ યાત્રા પર ગયેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ ખરીદી રહ્યો હતો. આ દરમિયાન તેનો કેટલાક કાવડિઓ સાથે ઝઘડો થયો, જે પાછળથી હિંસામાં ફેરવાઈ ગયો.

કાવડિઓએ CRPF જવાન પર કર્યો હુમલો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિવાદ વધ્યો, ત્યારે કાવડિઓએ CRPF જવાનને ઘેરી લીધો અને રેલવે સ્ટેશનના ફ્લોર પર પટકી દીધો અને પછી લાત અને મુક્કા અને થપ્પડથી માર માર્યો હતો. જવાન મદદ માટે બૂમો પાડતો રહ્યો પરંતુ ભીડમાં હાજર કેટલાક લોકો વીડિયો બનાવતા રહ્યા.

પોલીસે કરી ધરપકડ

ઘટનાની માહિતી મળતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ત્યારબાદ મારામારીમાં સામેલ 5 થી 7 આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ બધા સામે સરકારી કર્મચારી પર હુમલો, અભદ્ર વર્તન અને શાંતિ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, વીડિયો અને સાક્ષીઓના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શું ખરેખર ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જાતે થશે સ્ક્રોલ? જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર ત્રણ દિવસમાં જ બદલાવા લાગ્યું! જાણો હવે ઉદ્ધવ ઠાકરેએ MNV વિશે શું કહ્યું

Back to top button