કરિશ્માના એક્સ પતિ સંજય કપૂરના મૃત્યુથી કંગના ચિંતિત, 2025ની અવિશ્વસનીય ઘટના ગણાવી

- કંગનાએ આગળ લખ્યું, “2025માં બની રહેલી આ વિચિત્ર ઘટનાઓથી હું ચોંકી ગઈ છું. બધા સુરક્ષિત રહો અને ભગવાનને પ્રાર્થના કરતા રહો
HD ન્યુઝ ડેસ્કઃ ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના અકાળ મૃત્યુના સમાચારે બોલિવૂડ અને કોર્પોરેટ જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે. 53 વર્ષીય સંજય કપૂરનું લંડનમાં પોલો મેચ દરમિયાન હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. હવે અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે આ સમાચાર પર પ્રતિક્રિયા આપતાં તેને ‘અવિશ્વસનીય’ અને ‘2025ની સૌથી અજીબ ઘટના’ઓમાંની એક ગણાવી છે.
કંગનાએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દુ:ખ વ્યક્ત કર્યું
કંગનાએ લખ્યું “બીજી એક અવિશ્વસનીય ઘટનામાં સંજય કપૂર (કરિશ્મા કપૂરના પૂર્વ પતિ) પોલો ગ્રાઉન્ડ પર હતા ત્યારે એક મધમાખી તેમના મોંમાં ગઈ અને તેમની શ્વાસનળી બંધ કરી દીધી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તેમણે મેચ બંધ કરવાનું કહ્યું, પરંતુ થોડીવારમાં જ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેમનું મૃત્યુ થયું. ખૂબ જ દુઃખદ સમાચાર.”
કંગનાએ આગળ લખ્યું, “2025માં બની રહેલી આ વિચિત્ર ઘટનાઓથી હું ચોંકી ગઈ છું. બધા સુરક્ષિત રહો અને ભગવાનને પ્રાર્થના કરતા રહો.”

સંજય કપૂરનું અચાનક અવસાન
Sona Comstarના ચેરમેન સંજય કપૂર પોલો ટુર્નામેન્ટ માટે યુકેમાં હતા. તેમના મૃત્યુની પુષ્ટિ બિઝનેસ નિષ્ણાત સુહેલ સેઠે X પર કરી હતી. સંજયના મૃત્યુ પાછળનું સંભવિત કારણ મધમાખીના ડંખને કારણે શ્વાસ લેવામાં તકલીફ હોવાનું કહેવાય છે, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચોઃ રણવીર સિંહની ‘બહેન’ 8 વર્ષની ઉંમરે ડાન્સ ટીચરની ખરાબ નિયતનો ભોગ બની, તેણે પોતે જ વર્ણવ્યું દુ:ખ












