ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પેટાચૂંટણી પરિણામ અપડેટ: વિસાવદરમાં 9 રાઉન્ડ પછી ગોપાલ ઈટાલિયા આગળ, જાણો કડીમાં શું છે સ્થિતિ?

Kadi and visavadar by election result live updates: ગુજરાતની બે બેઠકો કડી અને વિસાવદરમાં થયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ ચૂંટણીના પરિણામ માટે આજે સવારથી મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આ બંને ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવે તો નવાઈ નહીં! કેમ કે આ બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

અહીં ઉલ્લેખનિય છે કે, કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. આ બંને બેઠકોમાં સૌથી વધારે લોકોની નજર વિસાવદર બેઠક પર છે. જ્યાં ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે કાંટાની ટક્કર જામી રહી છે.

વિસાવદરમાં 9 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી 2478 મતથી આગળ છે.

  • આમ આદમી પાર્ટી- 30788 મત
  • ભાજપ-28310 મત
  • કોંગ્રેસ- 3157 મત

કડીમાં 7 રાઉન્ડના અંતે ભાજપ 13194 મતથી આગળ છે

  • ભાજપ- 29870 મત
  • કોંગ્રેસ- 16675 મત
  • આમ આદમી પાર્ટી- 891 મત

(આ અંતિમ પરિણામ નથી, આ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે, પરિણામની અપડેટ જોવા માટે અમારી સાથે જોડાઈ રહો.)

આ પણ વાંચો: BREAKING: વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ, શાળા ખાલી કરી

Back to top button