ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની જનતાએ કોંગ્રેસનો વિકલ્પ શોધી લીધો, આમ આદમી પાર્ટીનો મજબૂત પગપેસારો

Aam aadmi party history in Gujarat: ગુજરાતમાં 28 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ રિઝલ્ટે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાતો આવ્યો છે. પરંતુ તાજેતરની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે ગુજરાતની જનતા હવે ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને જોઈ રહી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને રાજ્યના રાજકારણમાં નવો અધ્યાય લખ્યો છે.

 

  • નર્મદા જિલ્લા પંચાયત 22માંથી 15 આપ
  • 11 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી લીધી
  • ભેસાણ તાલુકા પંચાયત 16માંથી 13 આપ
  • વિસાવદર તાલુકા પંચાયત 18માંથી 11 આપ
  • ડેડીયાપાડ તાલુકા પંચાયત 18માંથી 17 આપ
  • સાગબારા તાલુકા પંચાયત 18માંથી 13 આપ
  • ચીકદા તાલુકા પંચાયત 16માંથી 15 આપ
  • ગરૂડેશ્વર તાલુકા પંચાયત 16માંથી 13 આપ
  • કવાંટ તાલુકા પંચાયત 26માંથી 17 આપ
  • લાલપુર તાલુકા પંચાયત 18માંથી 10 આપ,
  • બગસરા તાલુકા પંચાયત 16માંથી 10 આપ
  • વાલિયા તાલુકા પંચાયત 16માંથી 11 આપ
  • પોશિયા તાલુકા પંચાયત 20માંથી 11 આપ
  • છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં બહુમતીથી 1 બેઠક દૂર રહી આપ
  • છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 26માંથી 13 આપ

ગોપાલ ઇટાલિયાએ પરિણામો પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ‘આપ’ પર અપાર વિશ્વાસ મૂક્યો છે. રાજ્યની 13 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવીને પોતાની સરકાર બનાવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે, જ્યારે નર્મદા જિલ્લામાં પાર્ટીએ બહુમતી સાથે ભવ્ય જીત નોંધાવી છે.

2021 થી અત્યાર સુધીની લાંબી સફર

ગોપાલ ઇટાલિયાએ આંકડાકીય સરખામણી કરતા જણાવ્યું કે, 2021ની ચૂંટણીમાં પાર્ટી પાસે માત્ર 72 સીટો હતી. તેની સામે આ વખતે પાર્ટીએ કરેલું પ્રદર્શન માત્ર સુધારો નથી, પણ એક ‘ઐતિહાસિક કૂદકો’ છે. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ત્રીજા પક્ષને આટલી મોટી સંખ્યામાં સીટો મળી હોય તેવું પ્રથમવાર બન્યું છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ જીત ગુજરાતની જનતાની છે. આશરે 6000 જેટલા ક્રાંતિકારી અને નિડર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરીને લોકશાહી બચાવવા માટે લડ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હોવાનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ ઉમેર્યું કે, સત્તા પક્ષ દ્વારા દબાણ, નાણાકીય શક્તિ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરવા છતાં ‘આપ’ના કાર્યકરો ડગ્યા વગર મેદાનમાં ટકી રહ્યા હતા. કાર્યકરોની આ મજબૂતી અને નિડરતાને કારણે જ આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપનો દબદબો: જાણો કઈ પાર્ટીને કેટલા વોટ મળ્યા, ટકાવારીના ચોંકાવનારા આંકડા

Back to top button