ગુજરાતટોપ ન્યૂઝ

અમિત પંડયાનું નામ મહાઠગ કિરણ સાથે જોડતા ભાજપે છેડો ફાડ્યો

Text To Speech

કિરણ પટેલ સાથે અમિત પંડ્યાનુ નામ જોડવાનો મુદ્દો સોશિયલ મીડિયા ઉત્તરઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને પદ પરથી હટાવાયા છે. મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. જો કે આ અંગે ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી.

ભાજપે અમિત પંડ્યા સાથે છેડો ફાડ્યો

મહાઠગ કિરણ પટેલ આજકાલ ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઠગ કિરણ પટેલની સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાએ પણ ઝેડ પ્લસ સિક્યુરિટી ઉપરાંત સ્ટાર હોટેલમાં જલસા કર્યાં હતાં.તેને કારણે તેઓ પણ ચર્ચામાં આવ્યા છે. ત્યારે કિરણ પટેલ સાથે અમિત પંડ્યાનુ નામ જોડાવા મુદ્દે ભાજપે તેમની પર કાર્યવાહી કરી છે. અને તેઓને પદ પરથી હટાવી દીધા છે. જો કે અમિત પંડ્યાને પદ પરથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી.

અમિત પંડ્યા-humdekhengenews

અમિત પંડ્યા કોણ છે ?

મહાઠગ કિરણ પટેલની સાથે અમિત પંડ્યા પણ કાશ્મીરમાં મહેમાનગતિ માણી આવ્યા છે.અમિત પંડ્યા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના પુત્ર છે અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ છે. ત્યારે અમિત પંડ્યા પોતે ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ હોવાથી ભાજપના અનેક યુવા નેતા- કાર્યકરો પણ મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો  : PM મોદી ફરી આવશે ગુજરાત, ચૂંટણી પહેલા સોમનાથ દાદાના કરશે દર્શન

Back to top button