ટ્રેન્ડિંગમનોરંજન

મીડિયા પર ભડક્યા જાન્હવી કપૂર અને વરુણ ધવનઃ શેફાલી જરીવાલાની અંતિમ યાત્રાનું કવરેજ કરનારને કહ્યા અસંવેદનશીલ

  • વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે હજુ એક આત્માનું અવસાન થયું છે, જેને મીડિયાએ અસંવેદનશીલ રીતે કવર કર્યું છે.

30 જૂન, 2025, મુંબઈઃ અભિનેત્રી-મોડેલ શેફાલી જરીવાલાના અચાનક અવસાનથી સમગ્ર ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ પ્રસંગે જ્યારે ઘણા સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી, ત્યારે અભિનેતા વરુણ ધવને મીડિયા અને પાપારાઝીને સંવેદનશીલ બનવાની અપીલ કરી હતી. હવે અભિનેત્રી જાન્હવી કપૂરે પણ તેમની અપીલને ટેકો આપ્યો છે.

વરુણ ધવને નારાજગી વ્યક્ત કરી

રવિવારે વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે હજુ એક આત્માનું અવસાન થયું છે, જેને મીડિયાએ અસંવેદનશીલ રીતે કવર કર્યું છે. મને સમજાતું નથી કે કોઈના દુ:ખને કવર કરવું કેમ જરૂરી છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. શું કોઈને આનો ફાયદો થઈ રહ્યો છે? હું મીડિયાને વિનંતી કરું છું, કોઈ પણ તેમની અંતિમ યાત્રા આ રીતે ન ઈચ્છતું નથી. કૃપા કરીને સંવેદનશીલ બનો.

જોકે વરુણે પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ આ સંદેશ અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધન પછી તરત જ આવેલી પોસ્ટ છે.

જાહ્નવી કપૂરે આપ્યો ટેકો

જાહ્નવી કપૂરે વરુણની લાગણીઓને ટેકો આપ્યો છે. તેણે વરુણની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને લખ્યું છે આખરે કોઈએ તો કહ્યું.

શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અવસાન થયું હતું. તેના પતિ પરાગ ત્યાગી તેને બેલવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મુંબઈ પોલીસે તેના શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘રિઝર્વ્ડ’ જણાવાયું છે.

આ પણ વાંચોઃ ઈબ્રાહિમ, કાજોલની ‘સરજમીં’નો ફર્સ્ટ લુક જારી, રિલીઝ ડેટ થઈ જાહેર

Back to top button