એરલાઈન કંપનીના ધાંધિયા: જવાનું હતું દિલ્હી અને પહોંચાડી દીધા જયપુર, મુખ્યમંત્રીને કારણ વગરનો ધક્કો થયો

નવી દિલ્હી, 20 એપ્રિલ 2025: જમ્મુથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની એક ફ્લાઈટને શનિવાર રાતે જયપુર ડાયવર્ટ કરી દીધી. જેમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ બેઠા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીએ દિલ્હી એરપોર્ટ પર ઓપરેશનલ અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.
અબ્દુલ્લાએ રાતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે દિલ્હી એરપોર્ટ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. (માફ કરશો, પણ હાલમાં હું સારા મૂડમાં નથી.) જમ્મુથી ઉડાન ભરવાના ત્રણ કલાક બાદ અમને જયપુર ડાયવર્ટ કરી દીધા અને હવે રાતના 1 વાગ્યે હું પ્લેનની સીડીઓ પર ઊભા રહીને તાજી હવા લઈ રહ્યો છું. મને નથી ખબર કે અમે બધુ અહીંથી ક્યારે નીકળશું.
Delhi airport is a bloody shit show (excuse my French but I’m in no mood to be polite). 3 hours in the air after we left Jammu we get diverted to Jaipur & so here I am at 1 in the morning on the steps of the plane getting some fresh air. I’ve no idea what time we will leave from… pic.twitter.com/RZ9ON2wV8E
— Omar Abdullah (@OmarAbdullah) April 19, 2025
ઉમર અબ્દુલ્લાએ શેર કરી સેલ્ફી
તેમણે પ્લેનની નીચે ઊતરતી વખતે એક સેલ્ફી પણ શેર કરી, જેમાં તેઓ સીડીઓે પર દેખાઈ રહ્યા છે. ફ્લાઈટના અન્ય યાત્રી, જેમાં અબ્દુલ્લા પણ સામેલ હતા. અડધી રાત બાદ સુધી જયપુર એરપોર્ટ પર વિમાનની અંદર ફસાયેલા રહ્યા.
શનિવારે પણ જમ્મુ એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. સેંકડો મુસાફરોએ ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની ફરિયાદ કરી હતી. શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી, જેના કારણે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી.
એરલાઇને એક નિવેદન બહાર પાડ્યું
શુક્રવારે સાંજે ઇન્ડિગોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને કહ્યું, “#6ETravelAdvisory: શ્રીનગરમાં ખરાબ હવામાન ફ્લાઇટ્સને અસર કરી રહ્યું છે પરંતુ અમે તમને અપડેટ આપતા રહીશું!” તમારી ફ્લાઇટની માહિતી અહીં મેળવો. જો જરૂર પડે તો મુસાફરી યોજનાઓ બદલવાના વિકલ્પો શોધો.
એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે, ‘શ્રીનગરમાં હવામાનની સ્થિતિને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે.’ અમે જાણીએ છીએ કે આનાથી તમને અસુવિધા થઈ શકે છે અને તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ. કૃપા કરીને તમારી ફ્લાઇટ વિશે વાસ્તવિક સમયની માહિતી મેળવતા રહો. જો તમારી ફ્લાઇટ પ્રભાવિત થાય છે, તો તમે તમારી બુકિંગ બદલવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા વેબસાઇટ દ્વારા રિફંડ મેળવી શકો છો.
ઇન્ડિગોએ કહ્યું, “અમારી ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને હવામાન સુધરતા જ ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ જશે.”












