ગુજરાત ભાજપના નવા સુકાની બન્યા જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સત્તાવાર જાહેરાત કરી

ગાંધીનગર, 04 ઓક્ટોબર 2025: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે ઘડી હવે આવી ગઈ છે. ગુજરાત ભાજપને હવે નવા સુકાની મળ્યા છે. જેની સત્તાવાર જાહેરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ હવે અમદાવાદ નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે.
જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની જવાબદારી સોંપવા માટે આજે કમલમ ખાતે સત્તાવાર રીતે શપથગ્રહણ સમારંભ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
શ્રી @MLAJagdish ને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. pic.twitter.com/yQTZk7gLXb
— BJP Gujarat (@BJP4Gujarat) October 4, 2025
અમદાવાદની નિકોલ બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષપદ સોંપાયું છે. 52 વર્ષીય વિશ્વકર્માએ વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.
મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી, અહીંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી, સરકારમાં MSME, વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા. નિર્વિવાદી અને યુવા ચહેરા પર દિલ્હી હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી છે.
આ પણ વાંચો: ટ્રોફી ચોર મોહસિન નકવીને પાકિસ્તાન ઈનામ આપશે, એશિયા કપમાં નાટક કરવા બદલ સન્માનિત થશે












