ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અમદાવાદ ITAT નો મોટો નિર્ણય: ₹50 લાખથી વધુની પ્રોપર્ટી પર પણ નહીં લાગે TDS

ITAT Relief for Property Buyers: સામાન્ય રીતે ₹50 લાખથી વધુની કિંમતની પ્રોપર્ટી ખરીદવા પર ખરીદનાર દ્વારા 1% TDS કાપવો ફરજિયાત હોય છે. પરંતુ, ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) અમદાવાદની બેન્ચે હસમુખભાઈ જયંતિભાઈ પટેલ વિરુદ્ધ ITO ના કેસમાં હોમબાયર્સને મોટી રાહત આપતો નિર્ણય સંભળાવ્યો છે.

શું હતો સમગ્ર કેસ?

આ કેસમાં ખરીદદારે એક પ્રોપર્ટી ખરીદી હતી જેની કુલ કિંમત ₹50 લાખથી વધુ હતી, પરંતુ તેના માલિકો એકથી વધુ હતા. દરેક વિક્રેતા (Seller) ને મળનારી વ્યક્તિગત રકમ ₹50 લાખથી ઓછી હતી, તેથી ખરીદદારે TDS કાપ્યો નહોતો. જોકે, આવકવેરા વિભાગે તેને કાયદાનું ઉલ્લંઘન ગણી ખરીદદારને ડિફોલ્ટર જાહેર કર્યો હતો અને વ્યાજ સહિત ₹13.5 લાખ ટેક્સ ભરવાનો આદેશ આપ્યો હતો.

ITAT નો સીમાચિહ્નરૂપ નિર્ણય

ITAT અમદાવાદે ટેક્સ વિભાગના આદેશને ફગાવી દેતા જણાવ્યું કે, આકારણી વર્ષ 2015-16 ના કાયદા મુજબ ₹50 લાખની મર્યાદા દરેક વિક્રેતાના હિસ્સાના આધારે જોવી જોઈએ, નહીં કે પ્રોપર્ટીની કુલ કિંમતના આધારે. જે કિસ્સામાં દરેક સહ-માલિકને મળતી રકમ ₹50 લાખથી ઓછી હોય, ત્યાં TDS કાપવો જરૂરી નથી.

જૂના કેસો માટે રાહત, નવા નિયમો કડક

ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે વર્ષ 2024 માં કરવામાં આવેલ સુધારો ભવિષ્યના વ્યવહારો માટે છે. તેથી, જે લોકોએ 1 એપ્રિલ, 2024 પહેલા પ્રોપર્ટી ખરીદી છે અને જેમાં એકથી વધુ વિક્રેતાઓ સામેલ હતા, તેમને આ ચુકાદાનો લાભ મળશે.

નવો નિયમ શું કહે છે?

નોંધનીય છે કે 1 એપ્રિલ, 2024 થી નિયમો બદલાઈ ગયા છે. હવે જો પ્રોપર્ટીની કુલ કિંમત ₹50 લાખથી વધુ હોય, તો TDS કાપવો અનિવાર્ય છે, ભલે તે રકમ અલગ-અલગ વિક્રેતાઓને વહેંચવામાં આવી હોય. આ ચુકાદો જૂના વિવાદોમાં ફસાયેલા કરદાતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ પણ વાંચોઃ આ લોકોએ ભૂલથી પણ ન પીવો શેરડીનો રસ, નહીંતર સ્વાસ્થ્ય પર પડી શકે છે માઠી અસર

આ પણ વાંચોઃ ઈરાન સંઘર્ષમાં NATOનું પતન… શું ટ્રમ્પનું “મિશન 1987” પૂર્ણ થયું?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button