EPFO નવો નિયમ: UAN નંબર વગર પણ પીએફના પૈસા મળશે, જાણો શું છે E-PRAAPTI પોર્ટલ

EPFO Launches E-PRAAPTI Portal: જો તમારી પાસે વર્ષ 2014 પહેલાનું જૂનું પીએફ એકાઉન્ટ છે અને તેમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) લિંક નથી, તો તમારા માટે મોટા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આવા જૂના અને નિષ્ક્રિય ખાતાઓને ફરી શરૂ કરવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ સુવિધા દ્વારા હવે યુએન નંબર વગર પણ પીએફ ખાતાની વિગતો જાણી શકાશે અને ક્લેમ સેટલ કરી શકાશે.
શું છે E-PRAAPTI પોર્ટલ?
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, EPFO દ્વારા ‘E-PRAAPTI’ (EPF Based Access Portal) નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટલ ખાસ કરીને તેવા સભ્યો માટે છે જેમના જૂના ખાતાઓમાં UAN લિંક નથી. આ પ્લેટફોર્મ દ્વારા જૂના ખાતાઓની ઓળખ, ટ્રેકિંગ અને લિંકિંગની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે.
આધાર દ્વારા કરી શકાશે એક્સેસ
શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ આધાર આધારિત ઓથેન્ટિકેશન પર કામ કરશે. સભ્યો તેમના આધાર કાર્ડની મદદથી જૂના પીએફ ખાતા સુધી પહોંચી શકશે, ભલે તેમની પાસે યુએન નંબર ન હોય. એકવાર ડેટા વેરિફાય થઈ ગયા પછી, યુઝર્સ પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકશે અને જૂના ખાતાને નવા UAN સાથે લિંક કરી શકશે.
બે તબક્કામાં શરૂ થશે સુવિધા
* પ્રથમ તબક્કો: શરૂઆતમાં આ પોર્ટલ મેમ્બર આઈડી (Member ID) પર આધારિત હશે. જે સભ્યો પાસે તેમનો જૂનો આઈડી હશે તેઓ આનો લાભ લઈ શકશે.
* બીજો તબક્કો: આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારવામાં આવશે, જેથી જે સભ્યો પોતાનો જૂનો આઈડી ભૂલી ગયા હોય તેઓ પણ વિગતો મેળવી શકશે.
EPFOનો રેકોર્ડ ક્લેમ સેટલમેન્ટ
EPFO એ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષ દરમિયાન સંસ્થાએ 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે, જે અગાઉના વર્ષના 6.01 કરોડના આંકડા કરતા ઘણો વધારે છે. આ નવું પોર્ટલ આવવાથી મેન્યુઅલ કામગીરી ઘટશે અને પીએફ ઉપાડની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચોઃ PC Hacks Guide: મુશ્કેલીમાં કામ આવશે આ PC એક્સેસ ફીચર
આ પણ વાંચોઃ Stock Market: સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નીચે બંધ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












