પોતાનાથી 19 વર્ષ નાના ગુજરાતી વેપારીને ડેટ કરે છે 52 વર્ષની મલાઇકા? વાઈરલ વીડિયોથી તેજ થઈ અટકળો

મુંબઈઃ 1 નવેમ્બર, 2025: Malaika Arora: બોલિવૂડની ગ્લેમર ક્વિન મલાઇકા અરોરા તેની પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં 52 વર્ષીય આ એક્ટ્રેસનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે ગ્રેમી એવોર્ડ વિનર એનરિકે ઇગ્લેશિયસના કોન્સર્ટમાં એક ‘મિસ્ટ્રી મેન’ સાથે મન મૂકીને નાચતી જોવા મળી હતી, જેના કારણે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
મલાઇકા સાથેનો ‘મિસ્ટ્રી મેન’ કોણ છે?
વાઈરલ વીડિયોમાં મલાઇકા જેની સાથે ડાન્સ કરતી દેખાઈ રહી છે, તે મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં, પરંતુ 33 વર્ષીય ગુજરાતી હીરાનો વેપારી હર્ષ મહેતા છે.
View this post on Instagram
મલાઇકા અને હર્ષ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયેલા એનરિકે ઇગ્લેશિયસના કોન્સર્ટમાં સાથે પહોંચ્યા હતા. મલાઇકાએ સ્ટ્રેપી વ્હાઇટ ટેન્ક ટોપ પહેર્યું હતું, અને હર્ષે પણ વ્હાઇટ શર્ટ પહેરીને મલાઇકા સાથે ‘ટ્વિનિંગ’ કર્યું હતું. કોન્સર્ટમાંથી વાઈરલ થયેલા એક વીડિયોમાં મલાઇકા પહેલા હર્ષને પ્રેમથી જોતી દેખાય છે અને બાદમાં તેના કાનમાં કંઈક કહેતી જોવા મળી રહી છે. આ વીડિયોએ જ સોશિયલ મીડિયા પર અફેરની ચર્ચાને વેગ આપ્યો છે.
હર્ષ મહેતાની ઓળખ
અહેવાલો મુજબ, હર્ષ મહેતા મૂળ ગુજરાતના પાલનપુરનો વતની છે અને તેનો પરિવાર બેલ્જિયમમાં સ્થાયી થયેલો છે. હર્ષ મહેતાનો પરિવાર મુંબઈની પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીશિપ અંગે ચાલી રહેલા કાયદાકીય વિવાદના કારણે પણ ચર્ચામાં રહ્યો છે.
હર્ષ મહેતાનો પરિવાર
હર્ષ મહેતાનો પરિવાર લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) સાથે સંકળાયેલો છે. આ ટ્રસ્ટમાં સ્થાપક કીર્તિલાલ મહેતાના વંશજો વચ્ચે લાંબા સમયથી પારિવારિક ઝઘડો ચાલી રહ્યો છે. હાલમાં જ રૂ. 1250 કરોડથી વધુની રકમના ઉચાપતના આરોપ બદલ ટ્રસ્ટીઓ અને અન્ય 17 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ હતી, જેના કારણે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram
અર્જુન કપૂર સાથેનું લાંબું રિલેશનશીપ થયું હતું ખત્મ
મલાઇકા અરોરાએ 1998માં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તેમના છૂટાછેડા થયા હતા. છૂટાછેડાના થોડા વર્ષો પછી મલાઇકાનું નામ તેનાથી 12 વર્ષ નાના એક્ટર અર્જૂન કપૂર સાથે જોડાયું હતું. લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2024માં આ કપલ અલગ થઈ ગયું હતું. હવે હર્ષ મહેતા સાથેનો આ વાઈરલ વીડિયો મલાઇકાના નવા સંબંધો તરફ ઇશારો કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ લો બોલો….સગાઈની તૈયારીઓ વચ્ચે કન્યાના પિતા વરરાજાની માતા થયા રફફુચક્ક!, બંને પરિવારો આઘાતમાં
આ પણ વાંચોઃ ટ્રેનમાં ટિકિટ બુકિંગના નિયમોમાં થયો બદલાવ, આ ખાસ લોકોને મળશે લોઅર બર્થ, સૂવાનો સમય પણ કરાયો નક્કી












