ટ્રેન્ડિંગમનોરંજન

ઈરફાન પઠાણના દીકરાએ ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર કર્યો ડાન્સ, શાહરૂખે કર્યા વખાણ

Text To Speech

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનો ફિવર હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ગીત ‘ઝૂમે જો પઠાણ’ની રીલ્સ અને વીડિયોથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું છે. આ લિસ્ટમાં વધુ એક ઉમેરો થયો છે. જી હાં, ક્રિકેટર ઈરફાન પઠાણના સૌથી નાના દીકરાએ પણ ‘ઝૂમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખુદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પણ ઈરફાન પઠાણના પુત્રના ક્યૂટ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

ઈરફાન પઠાણના પુત્રએ ‘ઝૂમે જો પઠાણ’ પર કર્યો ડાન્સ

તમને જણાવી દઈએ કે પોતાના પુત્રનો વીડિયો પોસ્ટ કરતા ક્રિકેટર ઈરફાન પઠાણે લખ્યું, “ખાન સાહબ @iamsrk કૃપા કરીને તમારા લિસ્ટમાં એક વધુ ક્યૂટ ફેનનો સમાવેશ કરો.” વીડિયોમાં ઈરફાન પઠાણનો નાનો દીકરો મોબાઈલ પર પઠાણ ફિલ્મનું ગીત ‘ઝૂમે જો પઠાણ’ સાંભળતો અને છેલ્લે તેના પર ડાન્સ કરતો જોઈ શકાય છે.

શાહરૂખે વીડિયો પર પ્રતિક્રિયા આપી

શાહરૂખ ખાને આ ક્લિપ પર પ્રતિક્રિયા આપી અને તેને ફરીથી પોસ્ટ પણ કરી. તેણે ટ્વિટ કર્યું, “તે તમારા કરતા વધુ પ્રતિભાશાળી નીકળ્યો… છોટા પઠાણ.”

‘પઠાણ’ OTT પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર પણ રિલીઝ થઈ

‘પઠાણ’નું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હજુ પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ હતા. જ્યારે સલમાન ખાને ‘પઠાણ’માં કેમિયો કર્યો હતો. આ ફિલ્મ 22 માર્ચે OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે.

Back to top button