ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી હુમલાઓ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યો, વૈશ્વિક બજારમાં ચિંતા

Iran closes Strait of Hormuz : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન પર કરેલા તાબડતોબ હુમલાઓ બાદ હવે ઈરાને પણ કડક જવાબ આપતા Strait of Hormuzને બંધ કરવાની જાહેરાત કરી છે.

ઈરાનની ટોચની સંયુક્ત સૈન્ય કમાન્ડે ચેતવણી આપી છે કે હવે કોઈપણ ઓઈલ ટેન્કર અથવા વેપારી જહાજ Hormuz Straitમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ખળભળાટ મચી ગયો છે.

Hormuz Strait કેમ છે દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ?

Strait of Hormuz દુનિયાનું સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ માનવામાં આવે છે. આ જલમાર્ગ Persian Gulfને Oman Gulf અને Arabian Sea સાથે જોડે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિશ્વભરમાં વપરાતા કુલ Crude Oilમાંથી આશરે 20% તેલ આ માર્ગ મારફતે જ જાય છે. Saudi Arabia, Iran, Iraq, Kuwait, Qatar અને UAE જેવા દેશોમાંથી નિકળતું મોટાભાગનું Crude Oil અને LNG Hormuz Straitમાંથી પસાર થાય છે.

જો આ માર્ગ થોડા સમય માટે પણ બંધ થઈ જાય તો વૈશ્વિક સ્તરે Crude Oilના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

ભારત માટે કેમ વધી ચિંતા?

Hormuz Strait ભારત માટે ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતનું અંદાજે 30%થી 50% Crude Oil અને આશરે 70% LPG આ જ માર્ગ મારફતે દેશમાં આવે છે.

આ માર્ગ બંધ થવાથી ભારત માટે Oil Import મોંઘું બની શકે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, મોંઘવારી અને વેપાર પર અસર થવાની શક્યતા છે.

જો કે કેટલાક અહેવાલો મુજબ ભારત “મિત્ર દેશો”ની યાદીમાં સામેલ હોવાથી ભારતીય જહાજોને મર્યાદિત સુરક્ષિત પસાર થવાની મંજૂરી મળી શકે છે.

ઈરાને 2 જહાજોને બનાવ્યા નિશાન

ઈરાની મીડિયા અને Islamic Revolutionary Guard Corps (IRGC) Navyના જણાવ્યા અનુસાર Hormuz Straitમાંથી પસાર થવાનો પ્રયાસ કરનાર 2 જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે.

દાવો કરવામાં આવ્યો છે કે આ જહાજોએ ઈરાન દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટનાએ Hormuz વિસ્તારમાં ફસાયેલા અનેક વેપારી જહાજો માટે જોખમ વધારી દીધું છે.

વૈશ્વિક બજારોમાં વધ્યો ભય

ઈરાનના આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો તણાવ વધુ વધશે તો Crude Oilના ભાવમાં તેજી આવી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ ગંભીર અસર પડી શકે છે.

અમેરિકાએ ઈરાનને તરત Ceasefireની શરતો માનવાની ચેતવણી આપી છે, નહીં તો હુમલાઓ વધુ તેજ કરવાની ધમકી પણ આપી છે.

આ પણ વાંચો : અમેરિકાએ ઈરાન પર કર્યો જોરદાર હુમલો, સિરીક-મિનાબ સહિત કેટલાય વિસ્તારમાં બ્લાસ્ટ

Back to top button