IPL વિવાદ: કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોનો હોબાળો, મફત VIP ટિકિટની કરી માંગ

હજુ તો IPL ની સિઝન શરૂ પણ નથી થઈ ત્યાં કર્ણાટકમાં ટિકિટોને લઈને મોટો વિવાદ છેડાયો છે. કર્ણાટક વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ એકસૂરે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) પાસે ખાસ VIP ટિકિટોની માંગણી કરી છે.
“અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહી શકીએ”
વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન ધારાસભ્યોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે મીડિયા સામે સ્પષ્ટપણે કહ્યું કે, “ધારાસભ્યો VIP હોય છે, તેમને ટિકિટ માટે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રાખી શકાય નહીં.”
રૂ. 1600માં જમીન આપી અને હવે લૂંટે છે: આર. અશોકા
વિપક્ષી નેતા આર. અશોકાએ KSCA પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “અમે તેમને 16.32 એકર જમીન માત્ર રૂ. 1,600 પ્રતિ માસના નજીવા ભાડા પર આપી છે, છતાં તેઓ અમારી પાસે ટિકિટના હજારો રૂપિયા વસૂલે છે. તેમની પાસે કરોડો રૂપિયા છે અને તેઓ આપણને જ લૂંટે છે. આવા લોકોને પાઠ ભણાવવાની જરૂર છે.”
સરકાર હસ્તક્ષેપ કરશે: ડી.કે. શિવકુમાર
વિધાનસભા અધ્યક્ષ યુ.ટી. ખાદરે સૂચન આપ્યું હતું કે ધારાસભ્ય અને તેમના પરિવાર માટે ઓછામાં ઓછી ચાર ટિકિટ ફાળવવી જોઈએ. આ મામલે ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે ખાતરી આપતા કહ્યું કે, “હું પોતે પણ KSCA નો સભ્ય છું. હું સરકારના માધ્યમથી એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરીશ અને ધારાસભ્યોના અધિકારો માટે આ મુદ્દો ઉકેલીશ.”
આ પણ વાંચોઃ હવે Form 16 નહીં, Form 130થી ભરાશે Income Tax, salaried લોકો ખાસ જાણો
આ પણ વાંચોઃ Air Indiaના વિમાનમાં ટેકનિકલ ખામી, સાત કલાક હવામાં રહ્યા બાદ ફ્લાઈટ પરત ફરી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો











