IPL 2025: મુંબઈએ લખનઉને જીતવા આપ્યો 216 રનનો ટાર્ગેટ, સૂર્યકુમારની આતશબાજી
મુંબઈ, તા. 27 એપ્રિલ, 2025: ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025માં 45મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં લખનઉએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા.
મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી 54 રન બનાવ્યા હતા. રિયાન રિકલ્ટને 32 બોલમાં 58 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 5 બોલમાં 12 રન, વિલ જેક્સે 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. નમન ધીર 10 બોલમા લખનઉ તરફથી મયંક યાદવે 40 રનમાં 2 વિકેટ લીધી હતી.
Flexing their muscles 💪
Valuable runs added by Naman Dhir and Corbin Bosch 👏
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @mipaltan pic.twitter.com/CvsqjCtlds
— IndianPremierLeague (@IPL) April 27, 2025
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ: રેયાન રિકલટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોબિન બોશ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, કર્ણ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), અબ્દુલ સમદ, આયુષ બદોની, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.
મુંબઈનું શાનદાર પુનરાગમન
મુંબઈની ટીમ યોગ્ય સમયે ટોચ પર પહોંચી ગઈ છે. સતત ચાર મેચ જીતીને પ્લેઓફની દોડમાં છે અને તેની ટીમ તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ રહેશે. મુંબઈની ટીમ અહીંની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે અને તેનો સંપૂર્ણ લાભ લેવાનો પ્રયાસ કરશે. મુંબઈના મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યા પણ યોગ્ય સમયે ફોર્મમાં પાછા ફર્યા છે અને કોઈપણ ટીમ માટે તેમને હરાવવા સરળ રહેશે નહીં.
આ પણ વાંચોઃ બાઈક સાથે અથડાઈને કૂવામાં ખાબકી કાર, 6 લોકોના મૃત્યુ












