IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

IPL 2025 : મ્હાત્રેના 94 અને બાપુના 77 રનની ઈનિંગ બેકાર ગઈ, બેંગ્લુરુએ ચેન્નઈને 2 રનથી હરાવ્યું

બેંગલુરુ, 3 મે : આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 52મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા RCB ટીમે 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ચેન્નઈ ચેઝ ન કરી શકતા માત્ર 2 રનથી હાર થઇ છે.

પહેલા બેટિંગ કરવા આવતા, RCB ની શરૂઆત શાનદાર રહી હતી. વિરાટ કોહલી અને બેથેલ બંનેએ તોફાની બેટિંગ કરી હતી. કોહલી અને બેથેલે દરેક બોલરને નિશાન બનાવ્યા હતા. આરસીબીને પહેલો ઝટકો 10મી ઓવરમાં લાગ્યો જ્યારે બેથેલ તોફાની ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. બેથેલે 33 બોલમાં 55 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી, વિરાટ કોહલીએ બાજી સંભાળી અને 28 બોલમાં અડધી સદી ફટકારી હતી.

પરંતુ સેમ કુરન 12મી ઓવરમાં તેની વિકેટ લઈ ગયો હતો. કોહલીએ 33 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. આ પછી, દેવદત્ત પડિકલ પણ 16મી ઓવરમાં આઉટ થઈ ગયો. તેણે 17 રન બનાવ્યા હતા. આ પછી, રજત પાટીદાર પણ 18મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

રજતના બેટમાંથી ફક્ત ૧૧ રન જ આવ્યા હતા. આ પછી, શેફર્ડે ખલીલની 19મી ઓવરમાં 33 રન ફટકાર્યા હતા. શેફર્ડે ૧૪ બોલમાં ૫૩ રનની તોફાની ઇનિંગ રમી હતી. તેના આધારે, RCB એ ચેન્નાઈને જીતવા માટે 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: શૈક રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, દેવાલ્ડ બ્રેવિસ, દીપક હુડા, એમએસ ધોની, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, મતિશા પથિરાના

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ ઇલેવન: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગીડી, યશ દયાલ

Back to top button