IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

આઈપીએલ 2025નો અંતિમ લીગ મુકાબલો, ટોપ-2માં રહેવા આરસીબી લગાવશે દમ

લખનઉ, તા. 27 મે, 2025: આઈપીએલ 2025 માં ટોપ-ટુ માટેની લડાઈ હવે રોમાંચક બની ગઈ છે. લીગ સ્ટેજની છેલ્લી 70મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી.

આ મેચમાં પણ રજત પાટીદારની જગ્યાએ જીતેશ શર્મા કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ મેચમાં પાટીદાર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા જોવા મળશે. આ મેચ માટે બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટિમ ડેવિડની જગ્યાએ લિયામ લિવિંગસ્ટોન અને લુંગી એનગિડીની જગ્યાએ નુવાન તુશારાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત લખનઉના કેપ્ટન ઋષભ પંતે પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. મેથ્યુ બ્રીટ્ઝકે અને દિગ્વેશ રાઠીને તક મળી છે.

બંને ટીમોની પ્લેઈંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્લેઈંગ ઈલેવન: ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, નુવાન તુશારા

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ, મેથ્યુ બ્રેટ્ઝકે, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, વિલિયમ ઓરર્કે

આ મેચમાં RCB માટે ઘણું બધું દાવ પર લાગશે. ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય થાય ત્યાં સુધી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, પરંતુ છેલ્લી મેચમાં, તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 42 રનથી હારી ગયા હતા. આનાથી RCBની ટોચ પર પહોંચવાની આશાઓને ફટકો પડ્યો. જોકે, બાકીના પરિણામો RCBના પક્ષમાં ગયા અને હવે તેમની પાસે ફરી એકવાર ટેબલમાં ટોચ પર રહેવાની તક છે. લખનઉ સામેની જીત તેમને ટોચના બે સ્થાન મેળવવા માટે પૂરતી હશે પરંતુ હાર તેમને એલિમિનેશન મેચમાં ધકેલી શકે છે. લખનઉની ટીમ સારા ફોર્મમાં આવી રહી છે અને ઘરઆંગણે લખનઉને હરાવવું સરળ નહીં હોય.

આ પણ વાંચોઃ આઈપીએલની ફાઈનલ મેચમાં ઓપરેશન સિંદૂર છવાશે, ઈંડિયન આર્મીને સલામ કરશે

Back to top button