IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

IPL 2025: કોલકાતાનો એક રનથી દિલધડક વિજય, રાજસ્થાનનો રિયાન સદી ચુક્યો

કોલકાતા, તા. 4 મે, 2025: આઈપીએલ 2025નો 53મો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો કોલકાતાએ આન્દ્રે રસેલની અડધી સદી અને છેલ્લી ઓવરમાં રિંકુ સિંહની વિસ્ફોટક ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ માટે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કોલકાતા માટે, રસેલે 25 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા, જ્યારે રિંકુએ છ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 205 રન બનાવી શકી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવ્યું હતું. રોમાંચક મેચમાં કોલકાતામાં મહત્વપૂર્ણ જીત મેળવવામાં સફળ રહી હતી. આ રીતે, KKR એ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી હતી.

રાજસ્થાનના સુકાની રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી પરંતુ ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન જ બનાવી શકી હતી. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ સદી ચૂક્યો હતો અને હર્ષિત રાણાએ તેને આઉટ કરીને KKRને મોટી સફળતા અપાવી હતી. પરાગે 45 બોલમાં છ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 95 રન બનાવીને આઉટ થયો હતો.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવનઃ યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), કુણાલ સિંહ રાઠોડ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષિના, યુદ્ધવીર સિંહ ચરક, આકાશ માધવાલ.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવનઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મોઈન અલી, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

Back to top button