IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

IPL 2025: સનરાઈઝર્સે ટોસ જીત્યો, ધોનીના ધૂરંધરોની બેટિંગ

ચેન્નાઈ, તા. 25 એપ્રિલ, 2025: ક્રિકેટ કાર્નિવલ આપઈપીએલ 2025માં આજે 43મો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ધોનીની સીએસકે પ્રથમ બેટિંગ કરશે.

સીએસકે એ ટીમમાં કર્યા બે બદલાવ

ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમમાં બે બદલાવ કર્યા હતા. રચિન અને શંકરને બહાર કર્યા હતા. તેના સ્થાને બ્રેવિસ અને હુડાને સ્થાન આપ્યું હતું.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલની 18મી સિઝન ખાસ રહી નથી. બંને ટીમો છ-છ હાર સાથે પોઈન્ટ ટેબલમાં અનુક્રમે નવમા અને દસમા સ્થાને છે. શુક્રવારે ચેન્નાઈમાં સીએસકે અને હૈદરાબાદ પ્લેઓફની પોતાની આશાઓને જીવંત રાખવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન ચાહકોને રોમાંચક જંગ જોવા મળી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11: શેખ રશીદ, આયુષ મહાત્રે, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), દીપક હુડા, નૂર અહમદ, ખલીલ અહમદ, પથિરાના

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11: અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અન્સારી, મોહમ્મદ શમી


આ પણ વાંચોઃ પહલગામ હુમલા વચ્ચે નીરજ ચોપડાએ અરશદ નદીમને ભારત બોલવવા પર તોડ્યું મૌન, કહી આ મોટી વાત

Back to top button