પહલગામ હુમલા વચ્ચે નીરજ ચોપડાએ અરશદ નદીમને ભારત બોલવવા પર તોડ્યું મૌન, કહી આ મોટી વાત

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2025: પહલગામ હુમલા બાદ દેશભરમાં લોકો આક્રોશમાં છે. વિદેશના ટોચના નેતાઓએ પણ આ હુમલાની નિંદા કરી છે. ભારતના સ્ટાર ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ પાકિસ્તાનના જ્વેલિન થ્રોએર અરશર નદીમને આપવામાં આવેલા નિમંત્રણ પણ મૌન તોડ્યું હતું. નીરજે પહલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા ભારતમાં યોજાનારી ઈવેન્ટ માટે આમંત્રણ આપ્યું હતું.
નીરજ ચોપડાએ સોશિયલ મીડિયા પર એક લેટર પોસ્ટ કરીને લખ્યું, આ નિર્ણય માત્ર રમત અને ખેલાડીઓના સન્માન સાથે જોડાયેલો હતો. તેમાં કોઈ રાજકીય કે ભાવનાત્મક એજન્ડા નહોતો. આ ઉપરાંત તેણે સતત તેની માતાને નિશાન બનાવવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેણે લખ્યું, હું ઓછું બોલતો વ્યક્તિ છું, તેનો મતલબ એવો નથી કે જે કંઈ ખોટું હોય તેની સામે હું ન બોલું. દેશ પ્રત્યે મારા પ્રેમ અને પરિવારના સન્માન પર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે હું ચૂપ ન બેસી શકું.
નીરજ ચોપડાએ બીજું શું લખ્યું
નીરજ ચોપડા ક્લાસિકમાં અરશદ નદીમને બોલવવાના મારા ફેંસલા પર અનેક વાતો થઈ. જેમાં મોટા ભાગે નફરત અને ગાળો હતી. આ લોકોએ મારા પરિવારને પણ ન છોડ્યો. મેં અશરદને આપેલું આમંત્રણ એક એથલિટે બીજા એથલિટને આપેલું આમંત્રણ હતું. નીરજ ચોપડા ક્લાસિકનો હેતુ સર્વશ્રેષ્ઠ એથલિટને ભારત બોલાવવામાં આવે અને આપણા દેશમાં વર્લ્ડ ક્લાસ રમતનું આયોજન થાય તેવો હતો.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025
પહલગામમાં થયેલા આતંકી હુમલાના બે દિવસ પહેલા તમામ એથલિટને આમંત્રણ મોકલી આપવામાં આવ્યું હતું. છેલ્લા 48 કલાકમાં જે કંઈ થયું તે બાદ અરશદનો નીરજ ચોપડા ક્લાસિકમાં સામેલ થવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સમગ્ર દેશની જેમ હું પણ દુખી છું અને ગુસ્સામાં છું.
મેં અનેક વર્ષોથી દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ જ્યારે નિષ્ઠા પર સવાલ ઉઠે છે ત્યારે દુખી થાવ છું. મને અને મારા પરિવારના લોકોને નિશાન બનાવી રહ્યા છે તેથી મારે લોકોને સ્પષ્ટતા આપવી પડે છે.
દુનિયા ભારતને યાદ રાખે અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થાય તે માટે હું મારી મહેનત ચાલુ રાખીશ.
આ પણ વાંચોઃ ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા












