ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઇન્ફોસિસને મળ્યા નવા બોસ, આશિષ કુમાર ડેશ બનશે CEO અને MD

Infosys gets new boss: દેશની અગ્રણી IT કંપની ઇન્ફોસિસે પોતાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આશિષ કુમાર ડેશને CEO-ડિઝાઇનેટ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેઓ હાલથી જ આ નવી જવાબદારી સંભાળશે અને જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ 1 એપ્રિલ 2027થી ઇન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે.

31 માર્ચ 2027 સુધી રહેશે CEO-ડિઝાઇનેટ

કંપનીના જણાવ્યા મુજબ, આશિષ કુમાર ડેશ 31 માર્ચ 2027 સુધી CEO-ડિઝાઇનેટ તરીકે કાર્ય કરશે. ત્યારબાદ તેઓ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. ઇન્ફોસિસે સ્પષ્ટ કર્યું છે કે તેમના વિરુદ્ધ SEBI અથવા અન્ય કોઈ નિયમનકારી સંસ્થાની તરફથી ડિરેક્ટર તરીકે નિયુક્તિ પર કોઈ પ્રતિબંધ નથી.

કોણ છે આશિષ કુમાર ડેશ?

આશિષ કુમાર ડેશ હાલમાં ઇન્ફોસિસમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. તેઓ કંપનીના સર્વિસિસ, યુટિલિટીઝ, રિસોર્સિસ, એનર્જી અને એન્ટરપ્રાઇઝ સસ્ટેનેબિલિટી વિભાગનું નેતૃત્વ કરી રહ્યા છે.

તેમને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે ઊર્જા પરિવર્તન અને સસ્ટેનેબિલિટી જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ઇન્ફોસિસનું પ્રતિનિધિત્વ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એલાયન્સ અને B20 સમિટ 2023  જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર કર્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

IIT ખડગપુર અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ

આશિષ કુમાર ડેશે IIT ખડગપુર માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો ગ્લોબલ લીડરશિપ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકાના લોસ એન્જેલિસ માં કાર્યરત છે અને ઇન્ફોસિસના અનેક વૈશ્વિક વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે.

કર્મચારીઓ માટે RSUને પણ મંજૂરી

નેતૃત્વમાં ફેરફાર સાથે ઇન્ફોસિસના બોર્ડે નવા કર્મચારીઓ માટે 9,836 Restricted Stock Units (RSUs) ફાળવવાની પણ મંજૂરી આપી છે. આ RSU 1 ઓગસ્ટ 2026થીઅમલમાં આવશે અને આગામી ત્રણ વર્ષ દરમિયાન તબક્કાવાર કર્મચારીઓને આપવામાં આવશે.

ઇન્ફોસિસનો આ નિર્ણય કંપનીના ભવિષ્યના વિકાસ, વૈશ્વિક વિસ્તરણ અને લાંબા ગાળાની વ્યૂહરચનાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે IT ઉદ્યોગ અને રોકાણકારોની નજર આશિષ કુમાર ડેશના નેતૃત્વ હેઠળ કંપનીના આગામી વિકાસ પર રહેશે.

આ પણ વાંચો : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બોપલ-વેજલપુરમાં 18 ઈંચ વરસાદ, 2010નો રેકોર્ડ તૂટ્યો

Back to top button