IndiGoની મોનોપોલી ખત્મ: નવી એરલાઇન્સને મંત્રાલયે મંજૂરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: તાજેતરના દિવસોમાં ઇન્ડિગો એરલાઇન્સના સંકટને સમગ્ર દેશે ભોગવ્યું છે. ભારતમાં એર ટ્રાફિકમાં ઇન્ડિગોની મોનોપોલી વિશે ખુલ્લેઆમ ચર્ચા થઈ હતી. હવે આ મોનોપોલીનો અંત દેખાઈ રહ્યો છે. ભારતીય એવિએશન ક્ષેત્રમાં ત્રણ નવી કંપનીઓની એન્ટ્રી થઈ ગઈ છે. શંખ એર, અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને ઉડ્ડ્યાન મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
ભારતમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સ કંપનીઓ છે, પરંતુ છેલ્લા DGCAના નિયમો અને સ્ટાફમાં ભારે કમીને કારણે સૌથી મોટી કંપની ઇન્ડિગો પાછળ ઠરી ગઈ હતી. ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ ડિલે અથવા કેન્સલ થવા લાગી. દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ સહિત ભારતના તમામ મોટા એરપોર્ટ પર કેટલાક દિવસો સુધી મુસાફરોનો ભારે ભીડ જમા થઈ હતી. હવે નવી ફ્લાઇટ્સ આવવાથી લોકોને અનેક વિકલ્પો મળશે. માનવામાં આવે છે કે આ ઉડાન યોજનાથી નાની એરલાઇન્સને મજબૂતી મળશે.
શંખ એરલાઇન ઉત્તર પ્રદેશ આધારિત વિમાન વાહન કંપની છે. શરૂઆતમાં આ એરલાઇન લખનઉથી વારાણસી, ગોરખપુર, અયોધ્યા, ચિત્રકૂટ, ઇન્દોર અને દેહરાદૂન માટે સેવાઓ શરૂ કરશે. આ એરલાઇન મે 2025થી કાર્યરત થવાની યોજના ધરાવે છે અને તે નોઇડા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્યરત થશે.
અલ હિન્દ એર કેરળ આધારિત અલહિન્દ ગ્રુપની છે, જે ATR-72 વિમાનો સાથે પ્રાદેશિક માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ૨૦૨૫ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. જ્યારે ફ્લાય એક્સપ્રેસ પણ આ અઠવાડિયે NOC મેળવી ચૂકી છે અને તે નવા માર્ગો વિકસાવવા તૈયાર છે. આ ત્રણેય એરલાઇન્સને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાથી ભારતીય એવિએશન ક્ષેત્રમાં સ્પર્ધા વધશે.
ઇન્ડિગોના સંકટ પછી સરકારે આ પગલું ભર્યું છે, જેમાં 9 ડિસેમ્બરથી ઇન્ડિગો ફરી સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ છે અને રોજ 2200થી વધુ ફ્લાઇટ્સ ચલાવી રહી છે. જોકે, નવી એરલાઇન્સથી મુસાફરોને વધુ સુવિધા અને સસ્તી યાત્રાના વિકલ્પ મળશે. ભારતીય એવિએશન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે, અને આ નવી એન્ટ્રીથી તેને વધુ મજબૂતી મળશે.
આ પણ વાંચો : અમે ભારતના બે ભાગેડુ: લલિત મોદી અને વિજય માલ્યા યુવતી સાથે પાર્ટી કરતા દેખાયા, જાણો ક્યાં મજા માણી












