ભારતનું વિદેશી હૂંડીયામણ વધ્યું 2.7 અબજ ડોલર, થયું 698.192 અબજ ડોલર

નવી દિલ્હી, 2, ઓગસ્ટ, 2025: ભારતની ફોરેક્સ રિઝર્વ 25 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 2.703 અબજ ડોલર વધીને 698.192 અબજ ડોલર થઇ ગઇ છે. પાછલા રિપોર્ટીગ સપ્તાહમાં અનામતો 1.183 ડોલર ઘટીને 695.489 અબજ ડોલર રહી હતી. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે આ માહિતી આપી હતી.
વિદેશી ચલણ સંપત્તિ વધીને 588.926 અબજ ડોલર થઈ
ડેટા અનુસાર, વિદેશી ચલણ સંપત્તિ, જે વિદેશી હૂંડિયામણ અનામતનો મુખ્ય ઘટક છે, તે 1.316 અબજ ડોલર વધીને 588.926 અબજ ડોલર થઈ ગઈ છે. વિદેશી ચલણ સંપત્તિમાં ડોલર સામે યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય ચલણોના વધઘટની અસર પણ સામેલ છે.
સોનાનો ભંડાર વધીને 85.704 અબજ ડોલર થયો
RBIએ જણાવ્યું હતું કે આ અઠવાડિયા દરમિયાન સોનાનો ભંડાર 1.206 અબજ ડોલર વધીને 85.704 અબજ ડોલર થયો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 126 મિલિયન ડોલર વધીને 18.809 અબજ ડોલર થયો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં ભારતની અનામત સ્થિતિ પણ 55 મિલિયન ડોલર વધીને 4.753 અબજ ડોલર થઈ છે.
આ પણ વાંયોઃ અમેરિકામાં બેરોજગારીનો દર 2012 પછી અત્યાર સુધીમાં સૌથી વધુ












