“રશિયા ભણવા ગયો હતો, યુદ્ધમાં મોકલી દીધો…”, મોરબીના યુવકે સંભળાવી આપવીતી, વીડિયો વાયરલ

Indian Student Recounts Ordeal: રશિયાના બતાવવાના દાંત અલગ અને ચાવવાના અલગ. કેમ કે રશિયાનો એક ચોંકાવનારો ચહેરો બહાર આવ્યો છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. એક તરફ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારત સાથેની તેમની અતૂટ મિત્રતાની બડાઈઓ મારે છે, તો બીજી તરફ, તેમના લોકો ભારતીયોનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા માંગે છે. તેઓ ભારતીયોને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબુર કરે છે અને જો તેઓ વિરોધ કરે તો તેમને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવાની ધમકી આપે છે.
ભણવા ગયો હતો, યુદ્ધમાં મોકલી દીધો
જી હા, આ ખુલાસો એક ભારતીય વિદ્યાર્થીએ કર્યો છે, જે રશિયા ભણવા ગયો હતો, પરંતુ તેને બળજબરીથી રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યો અને યુક્રેન સરહદ પર મોકલી દેવામાં આવ્યો. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી. સૈન્યમાં જોડાવા માટે મજબુર કરવામાં આવતા, તે હાલ યુક્રેન સરહદ પર છે, જ્યાંથી તેણે એક SOS વિડિઓ મોકલ્યો, જેમાં તેણે પોતાની આપવીતી સંભળાવી અને ભારતીયોને એક સંદેશ આપતા વડા પ્રધાન મોદીને મદદ માટે અપીલ પણ કરી.
ભણવાની સાથે પાર્ટ-ટાઇમ જોબ પણ કરતો હતો
સાહિલે જણાવ્યું હતું કે રશિયામાં જ્યારે તે અભ્યાસ કરતો હતો ત્યારે એક કુરિયર કંપનીમાં પાર્ટટાઈમ નોકરી પણ કરતો હતો. એક દિવસ રશિયન પોલીસે તેને પકડી લીધો અને ડ્રગના ખોટા કેસમાં ફસાવી દીધો. જ્યારે તેણે પોતાના દસ્તાવેજો બતાવ્યા ત્યારે રશિયન સેનામાં ભરતી થવાની શરતે તેને મુક્ત કરવાની વાત કહી. મજબૂર થઈને તેને રશિયન કરાર સ્વીકારવો પડ્યો અને પછી 15 દિવસની તાલીમ આપ્યા પછી રશિયન સેનાએ તેને બોર્ડર પર મોકલી દીધો.
યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ
સાહિલે જણાવ્યું હતું કે બોર્ડર પર પહોંચતાં જ તેણે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું અને તેમને પોતાની આપવીતી સંભળાવી. યુક્રેનની સેનાએ તેને વીડિયો બનાવીને ભારત સરકાર અને ગુજરાતમાં તેની માતાને મોકલવા કહ્યું, સાથે જ એ મેસેજ આપવા કહ્યું કે ભારતીયો રશિયન સેનાના દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. વીડિયો મળ્યા પછી સાહિલની માતાએ તેના પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026માં થશે.
If this was America the news channels and the BJP government will be up in arms, but with Russia 🇷🇺 it is dictator , maybe afraid of Putin .https://t.co/2RXjHROnbl pic.twitter.com/6bJmxNrhAM
— Asli Gharwapsi (@TheJonahProjec2) December 21, 2025
ભારત સરકારને અપીલ
યુક્રેનમાં કેદ સાહિલે વીડિયોમાં કહ્યું છે કે, ” હું ખૂબ નિરાશ છું. મને નથી ખબર કે આગળ મારુ શું થશે. પણ જે પણ યુવાનો રશિયા આવવા માંગે છે તે બધાને મારી અપીલ છે કે તે લોકો ખૂબ જ સાવધાન રહે. અંહિયા ઘણા લોક ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દે છે.” તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને અપીલ કરતાં કહ્યું કે, “રાષ્ટ્રપતિ પુતિન હાલમાં જ ભારત આવ્યા હતા. હું સરકારને વિનંતી કરું છું કે પુતિન સરકાર સાથે મારી વાત કરીને મને હેમખેમ ઘરે પાછો લાવવામાં આવે”.
ભારત સરકારની પ્રતિક્રિયા
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતુ કે ભારત સરકાર રશિયન આર્મીમાં સામેલ ભારતીય નાગરિકોને છોડાવવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે અને ભારતીય નાગરિકોને જલ્દીજ છોડી દેવામાં આવે તે માટે સતત વાતચીત ચાલુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના હાથે લાફો ખાધો હતો તે મહિલાનો સૌથી મોટો ધડાકો












