ભારતે ચીનની જેમ દુનિયાની ફેક્ટરી બનવાનું સ્વપ્ન છોડવુ પડશેઃ રઘુરામ રાજન

નવી દિલ્હી, 28 જુલાઇ, 2025: લાંબા સમયથી ભારત ચીનની જેમ દુનિયાની ફેક્ટરી બનવાનું સ્વપ્ન જોઇ રહ્યુ છે. તે ચીનની જેમ દુનિયાના ઉત્પાદન હબ તરીકે ઉભરવા માગે છે. પરંતુ આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન કંઇક અલગ વિચારી રહ્યા છે. શું ભારત ભઆગામી ચીન બની શકે છે? એવા પ્રશ્નના જવાબમાં તેમમે કહ્યું કે ભારતે હવે ફેક્ટર આધારિત નોકરીઓ અને મોટા પાયે ઉત્પાદન દ્વારા રોજગાર મેળવવાના સ્વપ્નમાંથી બહાર આવવું જોઇએ, કેમ કે દુનિયામાં હવે તે મોડેલની જગ્યા નથી.
એક મુલાકાતમાં તેમણે કહ્યુ કે દુનિયામાં હવે વધુ એક ચીનની જરૂર નથી. એમ કહેતા રાજને સ્પષ્ટ કર્યુ હતુ કે ભારતને પોતાની વ્યૂહરચના બદલવી પડશે. કેમ કે હવે વૈસ્વિક ઉત્પાદન સમગ્ર રીતે બદલાઇ ચૂક્યુ છે – મશીનો આવી ગયા છે, મજૂરી ઓછી તઇ ગઇ છે અને દરેક દેશ પોત પોતાના ઉદ્યોગને બચાવવા મથી રહ્યો છે.
લાખો યુવાનોને ફેક્ટરીઓમાં સમાવી લેવાનું અશક્ય છે
રાજનના મતે, પહેલા ઓછા ખર્ચે ફેક્ટરી મજૂરી દ્વારા લાખો નોકરીઓનું સર્જન થતું હતું, પરંતુ હવે ઓટોમેશન અને રોબોટિક્સે આ ચિત્ર બદલી નાખ્યું છે. હવે કંપનીઓને એવા લોકોની જરૂર છે જેઓ મશીનો કેવી રીતે ચલાવવું અને રિપેર કરવું તે જાણે છે, મેન્યુઅલ કામ કરનારાઓની નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે દરેક દેશ હવે પોતાનો ઉત્પાદન ઉદ્યોગ ઇચ્છે છે. આવી સ્થિતિમાં, જો ભારત એવું વિચારી રહ્યું છે કે લાખો યુવાનોને ચીન જેવી ફેક્ટરીઓમાં સમાવી શકાય છે, તો આ વિચાર હવે કાલ્પનિક છે.
તો પછી ભારતનો માર્ગ શું છે?
રાજન માને છે કે ભારતે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવવી જોઈએ. એક તરફ, જ્યારે ભારત પહેલાથી જ વૈશ્વિક સેવા ક્ષેત્રમાં 4.5% હિસ્સા સાથે મજબૂત રીતે ઊભું છે, તો બીજી તરફ, સ્થાનિક સેવા ઉદ્યોગમાં પણ લાખો નોકરીઓનું સર્જન થઈ શકે છે – જેમ કે લોજિસ્ટિક્સ, ટ્રક ડ્રાઇવિંગ, પ્લમ્બિંગ, રિપેર કાર્ય. પરંતુ આ માટે, યોગ્ય રીતે કૌશલ્ય તાલીમ આપવાની જરૂર છે. રાજને સ્પષ્ટપણે કહ્યું કે ‘જ્યાંથી નોકરી મળે ત્યાંથી મેળવો. જ્યાંથી મળે ત્યાંથી નોકરીઓનું સર્જન કરો.’
G20 દેશોમાં પાછળ
તેમણે ચેતવણી આપી હતી કે G20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવા છતાં, આપણે પ્રતિ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ પાછળ છીએ, અને હવે આ અંતર ઘટાડવું જરૂરી છે. આજે જ્યારે ભારતમાં સૌથી વધુ યુવા વસ્તી છે અને રાજ્યોમાં (ખાસ કરીને તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં) જન્મ દર પણ ઘટી રહ્યો છે, ત્યારે આ વસ્તી વિષયક લાભાંશનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ ભારત અને અમેરિકા વચ્ચે જો 1 ઓગસ્ટ સુધી કરાર ન થાય તો શું છે પ્લાન-B?












