સેમિ કન્ડક્ટર ક્ષેત્રે ભારત બનશે શક્તિશાળીઃ આ 5 કંપનીઓને થઇ શકે છે સૌથી મોટો ફાયદો

નવી દિલ્હી, 29 મે, 2025: ભારતનું સેમિકન્ડક્ટરનું સ્વપ્ન હવે નવા તબક્કામાં પહોંચી રહ્યુ છે. સરકારે સેમિકૉન 2.0 હેઠળ પોતાના લક્ષ્યોને વધુ મજબૂત કર્યા છે જેમાં 2030 સુધી વૈશ્વિક ચિપ ઉત્પાદનમાં 5 ટકા હિસ્સેદારી હાંસલ કરવાનો ટાર્ગેટ સેવવામાં આવ્યો છે.
2021માં ભારતે પોતાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે 10 અબજ ડોલર (આશરે રૂ. 83,000 કરોડ)ના પોત્સાહન પેકેજની ઘોષણા કરી હતી, જેમાં હવે આ ભંડોળની ફાળવણી શરૂ થઇ છે અને આ યોજના હેઠળ ચિપ ફેબ્રિકેશન, OSAT અને ATMP સાથે સંકળાયલ 5 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે.
આ 5 કંપનીઓને સૌથી વધુ ફાયદો થઈ શકે છે
સરકારનો ઉદ્દેશ્ય વૈશ્વિક ચિપ કંપનીઓને આકર્ષવાનો તેમજ સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. જો બધું આયોજન મુજબ ચાલે છે, તો ભારતની સેમિકન્ડક્ટર મૂલ્ય શ્રૃંખલા રોકાણકારો માટે મોટી તકો ખોલી શકે છે. અહીં 5 સ્ટોક્સ છે જેને આ ફેરફારથી લાભ થઇ શકે છે.
- IZMO
IZMO ઓટોમોટિવ ક્ષેત્રમાં ઇન્ટરેક્ટિવ માર્કેટિંગ અને વિઝ્યુલાઇઝેશન ટેકનોલોજી માટે જાણીતું છે, પરંતુ હવે તે સેમિકન્ડક્ટર પેકેજિંગમાં પણ પોતાની છાપ છોડી રહ્યું છે.
કેમ છે ખાસ?
IZMOની પેટાકંપની, Izmo માઇક્રોસિસ્ટમ્સ, 3D પેકેજિંગ અને સિસ્ટમ-ઇન-પેકેજ (SiP) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તેના 10+ વૈશ્વિક ગ્રાહકોમાં ઓટોમોટિવ, એરોસ્પેસ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કંપનીની આવક Q3FY25માં 16.8 ટકા વધીને રૂ. 58.7 કરોડ થઈ, જોકે EBITDA માર્જિન 14.1 ટકા સુધી ઘટીને કંપની સેમિકન્ડક્ટર પેકેજિંગમાં રોકાણ કરી રહી છે. IZMO AI, EV સોફ્ટવેર અને વર્ચ્યુઅલ રિટેલિંગ જેવા નવા ઉત્પાદનો પર પણ કામ કરી રહ્યું છે.
સ્ટોક પ્રદર્શન: IZMOના સ્ટોકમાં છેલ્લા 1 વર્ષમાં ઉછાળો જોવા મળ્યો છે.
- MosChip ટેકનોલોજીઝ
MosChip ટેકનોલજીઝ ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
કેમ છે ખાસ?
20+ વર્ષનો અનુભવ, ASIC, SoC અને VLSI ડિઝાઇનમાં નિષ્ણાત. સરકારની ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજનાનો લાભ લે છે. જુલાઈ 2024માં, 5 નેનોમીટર ટેકનોલોજી પર આધારિત HPC ચિપ્સ ડિઝાઇન કરવા માટે C-DAC તરફથી રૂ. 50,000 કરોડનો ઓર્ડર મળ્યો હતો. ઓક્ટોબર 2024માં રેનેસાસના AI/ML ડિઝાઇન પાર્ટનર નેટવર્કમાં જોડાઇ હતી.
RISC-V આર્કિટેક્ચર અને HPC પ્રોસેસર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. સ્ટોક પ્રદર્શન: MosChipના સ્ટોકમાં ગયા વર્ષે ઉછાળો જોવા મળ્યો છે.
- Cyient
એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સોલ્યુશન્સમાં 30+ વર્ષનો અનુભવ ધરાવતો Cyient હવે સેમિકન્ડક્ટર ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
કેમ છે ખાસ?
તેની નવી પેટાકંપની, Cyient સેમિકન્ડક્ટર્સ, ચિપ ડિઝાઇન અને ASIC વિકાસ પર કામ કરી રહી છે. 300+ વૈશ્વિક ગ્રાહકો (વિશ્વના ટોચના 100 ઇનોવેટર્સમાંથી 30 ટકા) સાથે કામ કરે છે. નાણાકીય વર્ષ 25 માં DET વ્યવસાય આવક 688 મિલિયન ડોલર હતી.
સ્ટોક પ્રદર્શન: Cyientના સ્ટોકે ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું.
- HCL ટેકનો
ભારતની ટોચની IT કંપનીઓમાંની એક, HCL ટેકનો, હવે સેમિકન્ડક્ટર ડિઝાઇન અને પરીક્ષણમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે.
કેમ છે ખાસ?
ER&D (એન્જિનિયરિંગ સંશોધન અને વિકાસ) સેગમેન્ટમાં નાણાકીય વર્ષ 25માં 5.5 ટકાનો વિકાસ નોંધાયો હતો. NVIDIA અને Google જેવી કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે. AI લેબ્સ દ્વારા ચિપ માન્યતા અને IoT સોલ્યુશન્સ પર કામ કરે છે. નાણાકીય વર્ષ 25 માં કંપનીની આવક 13.84 અબજ ડોલરની રહી હતી.
સ્ટોક પ્રદર્શન: HCL ટેકનોના સ્ટોકમાં ગયા વર્ષે સ્થિરતા જોવા મળી હતી.
- ટાટા ઇલેક્ટ્રોનિક્સ (નોન-લિસ્ટેડ)
આ ટાટા ગ્રુપ કંપની ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ધોલેરા, ગુજરાત) બનાવી રહી છે.કેમ છે ખાસ?91,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ દર મહિને 50,000 વેફરનું ઉત્પાદન કરશે. OSAT (એસેમ્બલી, પરીક્ષણ) અને ફાઉન્ડ્રી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ વૈશ્વિક ભાગીદારી સાથે વિસ્તરણ યોજનાઓ પણ ધરાવે છે.
(નોંધઃ અહીં દર્શાવેલ મંતવ્યો જે તે નિષ્ણાતોના પોતાના છે. જેની HD News કોઇ જવાબદારી લેતુ નથી. રોકાણકારોએ પોતાના નાણાંકીય સલાહકારો પૂછીને પોતાના નિર્ણયો લેવાના રહેશે)
આ પણ વાંચોઃ ભારત 2025-26માં દક્ષિણ એશિયાના વિકાસનું મુખ્ય એન્જિન બનવા તૈયારઃ WEFના રિપોર્ટમાં કરાયો દાવો












