1971 જેવી સ્થિતિ 2025માં નથી: પાકિસ્તાન સાથે સીઝફાયરના મુદ્દા પર શશિ થરુરે કહી આ વાત

નવી દિલ્હી, 11 મે 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે બનેલી સહમતિ પર કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે, આપણે એક એવા તબક્કામાં પહોંચી ગયા હતા, જ્યાં તણાવ કારણ વગર કંટ્રોલ બહાર થઈ રહ્યું હતું. આપણા માટે શાંતિ જરુરી છે. સત્ય તો એ છે કે 1971ની સ્થિતિ 2025ની સ્થિતિ નથી. મતભેદ છે. આ એવું યુદ્ધ નહોતું જેને આપણે ચાલું રાખવું જોઈતું હતું.
આપણે ખાલી આતંકવાદીઓને સબક શીખવાડવા માગતા હતા અને તે સબક શીખવાડ્યો છે. મને વિશ્વાસ છે કે, સરકાર પહલગામની ભયાનકતાને અંજામ આપનારા વિશિષ્ટ વ્યક્તિઓની ઓળખ કરવા અને તેને શોધવાની કોશિશ ચાલું રાખશે.
1971 એક મહાન ઉપલબ્ધિ હતી, ઈંદિરા ગાંધીએ ઉપમહાદ્વીપનો નકશો ફરીથી લખ્યો, પણ પરિસ્થિતિઓ અલગ હતી. બાંગ્લાદેશ એક નૈતિક કારણથી લડી રહ્યું હતું અને બાંગ્લાદેશને આઝાદ કરાવવાનો એક સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. પાકિસ્તાન પર ખાલી બોમ્બ છોડતા રહેવાનો એક સ્પષ્ટ ઉદ્દેશ્ય નથી. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સોશિયલ મીડિયા પર ઈંદિરા ગાંધીના પ્રધાનમંત્રી પદના કાર્યની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણથી કરવા વિશે પૂછાતા કહ્યું હતું.
આ પણ વાંચો: IPLની નવી તારીખો સામે આવી ગઈ, BCCI ટૂંક સમયમાં નવું શિડ્યૂલ જાહેર કરશે












