U-19 ક્રિકેટમાં ભારતની પાકિસ્તાન સામે સૌથી મોટી હાર
U-19 યુથ એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 191 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 348 રનના ટાર્ગેટ સામે 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. U-19 ક્રિકેટમાં ભારતીય ટીમની આ સૌથી મોટી હાર છે. ભારત તરફથી સૌથી વધુ વૈભવ સૂર્યવંશીએ 36 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. રનચેઝ વખતે પાવરપ્લેની પહેલી જ 10 ઓવરમાં ઈન્ડિયન ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાં જ ગેમ પૂરી થઈ ગઈ હતી.
આની પહેલાં પાકિસ્તાન માટે સમીર મિન્હાસે શાનદાર સદી ફટકારી હતી. તેણે 113 બોલ પર 172 રન બનાવ્યા. અહેમદ હુસૈને 56 રનની ઇનિંગ રમી. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 3, ખિલન પટેલ અને હેનિલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. કનિષ્ક ચૌહાણને 1 વિકેટ મળી હતી.
21.4 ઓવરમાં હુઝૈફા અહસાને ખિલન પટેલને આઉટ કર્યો છે. અહસાને ઓફ સ્ટમ્પ પર ફૂલ લેન્થ બોલ ફેંક્યો હતો. ખિલન મોટો શોટ રમવા માટે ક્રિઝની બહાર નીકળ્યો, પરંતુ બોલ બેટના નીચેના ભાગે લાગ્યો અને લોંગ-ઓફની દિશામાં ગયો હતો. ત્યાં મોહમ્મદ સૈયમે એક સરળ કેચ ઝડપી લીધો હતો. ખિલન પટેલ 23 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો, તેની ઇનિંગમાં 2 છગ્ગા સામેલ હતા.












