ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ખુશખબર: ઈંગ્લેન્ડ બાદ હવે ટીમ ઈંડિયા અમદાવાદમાં આ તારીખે રમશે ટેસ્ટ સિરીઝ, જાણો કઈ ટીમ સામે થશે ટક્કર

નવી દિલ્હી: ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતીય ટીમે છ રને જીત નોંધાવી છે અને સિરીઝમાં 2-2ની બરાબરી પણ કરી લીધી છે. પાંચમી મેચમાં ભારતીય ટીમે જીત નોંધાવવા માટે ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અંગ્રેજોની ટીમે 267 રન પર સમેટાઈ ગઈ. ભારતીય ટીમ માટે યુવા પ્લેયર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું. તેમાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદર સામેલ રહ્યા છે.

હવે વેસ્ટઈંડીઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઈંડિયા

ઈંગ્લેન્ડ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈંડીઝ વિરુદ્ધ ઓક્ટોબર 2025માં પોતાના ઘર આંગણે ટેસ્ટ સિરીઝ રમશે. જ્યાં ભારતીય ટીમ વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં બે મેચ રમશે. આ સિરીઝમાં એ પ્લેયર્સને ટીમમાં બનાવી રાખવામાં આવશે, જેમણે ઈંગ્લેન્ડમાં દમદાર પ્રદર્શન કર્યું છે.

2 ઓક્ટોબરથી યોજાશે પ્રથમ મેચ

ભારતીય ટીમ અને વેસ્ટ ઈંડિઝની વચ્ચે પ્રથમ મેચ 2થી 6 ઓક્ટોબર 2025 સુધી રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. ત્યાર બાદ બીજી ટેસ્ટ 10થી 14 ઓક્ટોબર વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે. બંને મેચ ભારતીય સમયાનુસાર 9.30 વાગ્યાથી શરુ થશે અને આ મેચમાં ટોસ અડધો કલાક પહેલા થશે.

ઈંગ્લેન્ડમાં ભારતીય પ્લેયર્સનું દમદાર પ્રદર્શન

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શુભમન ગિલ સૌથી વધારે રન બનાવનારો પ્લેયર રહ્યો છે. તેણે પાંચ ટેસ્ટ મેચમાં કુલ 754 રન બનાવ્યા, જેમાં ચાર સદી સામેલ છે. આ ઉપરાંત કેએલ રાહુલે 532 રન બનાવ્યા અને બે સદી ફટકારી. બીજી તરફ મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને તે આ સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર રહ્યો છે. તેણે કુલ 23 વિકેટ પોતાના નામે કરી છે. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંનેએ 14-14 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: છેલ્લા પાંચ વર્ષોમાં 91,370 કેસમાં રૂ. 7.08 લાખ કરોડની કરચોરી પકડાઇ

Back to top button