ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs PAK Women’s T20 World Cup 2026: ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો આજે, જાણો મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો

IND vs PAK Women’s T20 World Cup 2026: ક્રિકેટ ચાહકો માટે આજે સૌથી મોટી ટક્કર જોવા મળશે. મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને ટકરાશે. બંને દેશો વચ્ચેની મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ IND vs PAK મેચની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહિલા ટી20 વર્લ્ડકપ 2026નો મુકાબલો રવિવાર, 14 જૂનના રોજ રમાશે. ભારતીય સમય અનુસાર ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, જ્યારે મેચનો પ્રારંભ સાંજે 7 વાગ્યે થશે.

આ રોમાંચક મુકાબલો ઇંગ્લેન્ડના બર્મિંગહામ સ્થિત એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડખાતે રમાશે. બંને ટીમો ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી મહિલા આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 16 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 13 મેચ જીતી છે. છેલ્લે 2024 મહિલા ટી20 વર્લ્ડકપમાં બંને ટીમો સામસામે આવી હતી, જ્યાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી.

ભારતમાં ક્રિકેટ ચાહકો આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે મેચનું લાઈવસ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

ભારતીય ટીમની વાત કરીએ તો ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે. ટીમમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

પાકિસ્તાન ટીમની કમાન Fatima Sana સંભાળશે. ટીમમાં મુનીબા અલી, સદિયા ઇકબાલ અને ડાયના બેગ જેવા ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : હોર્મુઝમાં 3 ભારતીયોના મોતથી ભારત-અમેરિકા વચ્ચે તણાવ! જયશંકરના વિરોધ બાદ માર્કો રૂબિયોની કડક ચેતવણી

Back to top button