IND vs ENG: લોર્ડ્સમાં મેચ જીતવી કંઈ ખાવાના ખેલ નથી, આ 3 ફેક્ટર નક્કી કરશે મેચનું રિઝલ્ટ, કેએલ રાહુલ માથે મોટી જવાબદારી

IND VS ENG TEST MATCH: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટેસ્ટ મેચ નિર્ણાયક મોડ પર આવી ચુકી છે. રમતના પાંચમા દિવસે ભારતીય ટીમને જીત માટે બાકીના 135 રન બનાવવા પડશે. જ્યારે ઈંગ્લિશ ટીમને જો જીતવું હશે તો તેમને 6 વિકેટ લેવી પડશે. મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈંડિયાએ ચોથા દિવસે સ્ટમ્પ સુધી 4 વિકેટ પર 58 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 33 રન પર રમી રહ્યો છે.
આમ જોવા જઈએ તો, આ મેચ બરાબરી પર આવીને ઊભી રહી છે. પણ ભારતીય ટીમ માટે જીત એટલી પણ આસાન નહીં હોય. નવો બોલ હજુ 17.4 ઓવર જૂનો છે અને પાંચમા દિવસે તે જરુર કંઈક કરામત બતાવશે. ભારતીય ટીમને જીત પ્રાપ્ત કરવા માટે સૌથી બેસ્ટ આપવું પડશે. જો ભારતીય ટીમ જીત પ્રાપ્ત કરે છે તો સિરીઝ જીતવાનો માર્ગ મોકળો થઈ જશે. લોર્ડ્સ ટેસ્ટ મેચના પાંચમા દિવસે આ 3 ફેક્ટર ખૂબ જ મહત્ત્વના રહેશે.
પાંચમા દિવસની પહેલી એક કલાક મહત્ત્વની: પાંચમા દિવસની રમતની પહેલા એક કલાક મેચની દિશા નક્કી કરશે. જો પહેલા કલાકમાં ભારતીય ટીમે વિકેટ સાચવી રાખી તો જીતવું આસાન થઈ જશે. બીજી તરફ જો ઈંગ્લેન્ડે બે ત્રણ વિકેટ લઈ લીધો તો મેજબાન ટીમનું કામ સરળ થઈ જશે. પાંચમા દિવસની શરુઆતમાં ઈંગ્લિશ બોલર વિકેટ લેવામાં દમખમ લગાવશે, તેમને પિચનો પણ સાથ મળી શકે છે. જેના પર બેટીંગ કરવી હવે મુશ્કેલ થઈ ચુક્યું છે.
કેએલ રાહુલ માથે સૌથી મોટી જવાબદારી: પાંચમા દિવસની રમતમાં ભારતીય ટીમનો સૌથી મહત્ત્વનો બેટ્સમેન કેએલ રાહુલ છે. રાહુલ આ મેદાન પર બે ટેસ્ટ સદી લગાવી ચુક્યો છે અને તે અહીંની કંડીશન્સથી સારી રીતે જાણકાર પણ છે. રાહુલને ઉપ કપ્તાન રિષબ પંત, રવીન્દ્ર જાડેજા જેવા બેટ્સમેનોનો સાથ મળતા તે સારુ પ્રદર્શન કરી રહ્યો છે. જો પાંચમા દિવસે કેએલ રાહુલની પંત અને જાડેજા સાથે જોડી બનશે તો પ્રેશર ભારતીય ટીમ પર નહીં પણ ઈંગ્લિશ ટીમ પર આવશે.
ઈંગ્લેન્ડના પેસર પર કંટ્રોલ કરવો જરુરી: ચોથા દિવસના છેલ્લા કલાકમાં ઈંગ્લિશ બોલરે જેવી બોલિંગ કરી, તેમણે ભારતીય ટીમને જરુર ટેન્શન આપી દીધું. બ્રાયડન કાર્સે અંદર તરફ આવતા બોલ ફેંકી ભારતીય કપ્તાન ગિલને ફસાવ્યો, સાથે જ કરુણ નાયરનો પણ શિકાર કર્યો, પછી ઈંગ્લિશ કપ્તાન બેન સ્ટોક્સે નાઈટવોચમેન આકાશ દીપની વિકેટ લીધી. કાર્સ, સ્ટોક્સ ઉપરાંત ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચર પણ ઈંગ્લેન્ડ માટે પાંચમા દિવસની રમતમાં મહત્ત્વના સાબિત થશે.
આ પણ વાંચો: 25 વર્ષની મોડેલે આપઘાત કર્યો: ડિપ્રેશનમાં રહેતા ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ જીવ આપી દીધો












