જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ કાર્યવાહીની તૈયારીઃ પ્રસ્તાવ પર 100થી વધુ સાંસદોએ કરી સહી

નવી દિલ્હીઃ 20 જુલાઈ, 2025: Impeachment Motion Against Justice Verma: સંસદના ચોમાસું સત્રમાં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ માહિતી આપી છે. સરકાર લોકસભાના ચોમાસું સત્રમાં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી રહી છે. કિરેન રિજિજુએ કહ્યું કે, અત્યાર સુધીમાં 100 થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. નોંધનીય છે કે, જસ્ટિસ યશવંત વર્મા એકમાત્ર એવો મુદ્દો છે જેના પર શાસક અને વિપક્ષ બંને એકમત હોય તેવું લાગે છે.
વિપક્ષ નેતાએ કરી સહી
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના 35 સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા તમામ પાર્ટીઓને ક્વોટા આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના 40 સાંસદોએ આ પ્રસ્તાવ પર સહી કરવાની હતી અને તમામ સાંસદોએ તેના પર સહી કરી દીધી છે.
શું હતી ઘટના?
નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી નોટોના અડધા બળેલા બંડલ મળી આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે શુક્રવારે આ ભલામણને મંજૂરી આપી હતી. સરકારની મંજૂરી મળ્યા બાદ, જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાર્જ સંભાળવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગોલ્ડન કિસમિસના શોખીન છો, તો સાવચેત રહો; જીવ માટે જોખમ, ઉત્પાદનો પાછા મંગાવ્યા
આ પણ વાંચોઃ કાવડ યાત્રામાં તોડફોડ કરનારા પર CM યોગીનું કડક વલણ, કહ્યુઃ ‘ધાર્મિક યાત્રાને બદનામ કરનારને કરશું બેનકાબ’












