ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

TRAIના આદેશની અસર, ટેલિકોમ કંપનીઓનો મહત્ત્વનો નિર્ણય; 120 કરોડ યુઝર્સ માટે રાહતના સમાચાર

નવી દિલ્હી, 10 એપ્રિલ 2025 :  ટ્રાઈના આદેશની અસર દેખાવા લાગી છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Viએ વેબસાઇટ્સ અને એપ્સ પર તેમના 5G, 4G અને 2G કવરેજ મેપને પ્રકાશિત કર્યા છે. તાજેતરમાં, ટેલિકોમ નિયમનકારે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ્સ અને એપ્સ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી યુઝર્સને ઓપરેટર પસંદ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

ઓપરેટર પસંદ કરવામાં મદદ
MNP નિયમો અનુસાર, મોબાઇલ યુઝર્સ નવું સિમ ખરીદ્યાના 90 દિવસ પછી જ પોતાનો નંબર બીજા ઓપરેટરમાં પોર્ટ કરી શકે છે. સિમ ખરીદતી વખતે, યુઝર્સને ખબર નહોતી કે તેમના વિસ્તારમાં કયા ટેલિકોમ ઓપરેટરનું નેટવર્ક સારું છે અને કયું નથી. યુઝર્સ દ્વારા સામનો કરવામાં આવતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ નિયમનકારે તાજેતરમાં ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમના નેટવર્ક કવરેજનો વિગતવાર નકશો પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ટ્રાઇએ ગયા વર્ષે ઓગસ્ટમાં લેન્ડલાઇન, મોબાઇલ અને બ્રોડબેન્ડ સર્વિસ ક્વોલિટી નોમ્ર્સને રિવાઈઝ કર્યો હતો. ટેલિકોમ નિયમનકારે ટેલિકોમ ઓપરેટરોને તેમની વેબસાઇટ પર જીઓસ્પેશિયલ નેટવર્ક કવરેજ મેપ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. આ મેપમાં યુઝર્સ જાણી શકશે કે વાયરલેસ વોઇસ અથવા બ્રોડબેન્ડ સેવા ક્યાં ઉપલબ્ધ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા ટેલિકોમ ઓપરેટરો દ્વારા પ્રકાશિત કવરેજ મેપની એક તસવીર પોસ્ટ કરી છે જેથી યુઝર્સ હવે ઓપરેટર પસંદ કરતા પહેલા કવરેજ મેપ ચકાસી શકે. આ આદેશ બાદ દેશના 120 કરોડ મોબાઇલ યુઝર્સે રાહતનો શ્વાસ લીધો છે. હાલના યુઝર્સ નવા ટેલિકોમ ઓપરેટર પસંદ કરવા માટે કવરેજ મેપનો ઉપયોગ કરી શકશે

120 કરોડ યુઝર્સને રાહત
ટ્રાઈએ તેના નિવેદનમાં કહ્યું છે કે ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા કવરેજ નકશા પ્રકાશિત કરવાથી ગ્રાહકો અને TSP વચ્ચે પારદર્શિતા જળવાઈ રહેશે. ટ્રાઈના આદેશ મુજબ ટેલિકોમ કંપનીઓએ તેમની વેબસાઇટ અને એપ્સ પર કવરેજ મેપ પ્રકાશિત કર્યા છે. જોકે, સરકારી ટેલિકોમ કંપનીઓ BSNL અને MTNL એ તેમનો નેટવર્ક કવરેજ મેપ પ્રકાશિત કર્યો નથી. આ ટેલિકોમ ઓપરેટરોએ પણ ટૂંક સમયમાં તેમનો કવરેજ મેપ પ્રકાશિત કરવો પડશે.

Back to top button