ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

કેરળના દરિયાકાંઠે સિંગાપોરના જહાજમાં વિસ્ફોટ: 24 કલાકથી સળગી રહી શિપ, સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ

કેરળ, ૧૦ જૂન, ૨૦૨૫: કેરળના કોચીમાં સિંગાપોરના એક કન્ટેનર જહાજમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી અને સમુદ્રમાં દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. કેરળના તટની પાસે કાર્ગો શિપમાં વિસ્ફોટ બાદ સતત 3 દિવસથી આ આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અગ્નિકાંડના કારણે મોટુ નુકસાન થયુ છે 22 ક્રૂ મેમ્બરમાંથી 18ના દીલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 4 ક્રૂ હજુ ગુમ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ અવીરત ચાલી રહ્યો છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર કન્ટેનર જહાજ MV વાન હૈ 503 તરફથી ઈમરજન્સીની ચેતવણી મળી હતી અને બેપોરથી લગભગ 88 નોટિકલ માઇલ દૂર જહાજમાં રાખવામાં આવેલા કન્ટેનરમાં વિસ્ફોટ થયા પછી આગ ફાટી નીકળી હતી. આ જહાજ 7 જૂન 25 ના રોજ શ્રીલંકાના કોલંબો બંદરથી 22 ક્રૂ સભ્યો સાથે મુંબઈ જવા રવાના થયું હતું, જે 10 જૂને પહોંચવાનું હતું. સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહી છે. આ મામલે ભારતીય તટરક્ષકે વધારે માહિતી આપી છે.

બ્લાસ્ટની માહિતી મળતાં કોર્ટ ગાર્ડ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી પરંતુ આગ ધીમે ધીમે જહાજ પરના બાકીના કન્ટેનરમાં ફેલાઈ ગઈ. ત્યાર બાદ 18 ક્રૂ સભ્યો જીવન બચાવનાર રાફ્ટમાં સવાર થયા અને જહાજમાંથી બહાર આવ્યા.

ક્રૂ સભ્યોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજમાં રાખેલા 50 કન્ટેનર સમુદ્રમાં પડી ગયા. જહાજમાં 600 થી વધુ કન્ટેનર રાખવામાં આવ્યા છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જહાજો સ્થળ પર રવાના થઈ ગયા છે. તે જ સમયે, વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ શંકા છે કે તે કન્ટેનરની અંદરથી વિસ્ફોટ થયો હશે.

ભારતીય તટરક્ષકે મંગળવારે કહ્યુ કે મિડ શિપ લઇને એકોમોડેશન બ્લોકની આગળ કન્ટેનર સુધી આગથી વિસ્ફોટ થઇ રહ્યા છે. દૂર દૂર સુધી પ્રચંડ વિસ્ફોટનો અવાજ આવી રહ્યો છે. ફોવર્ડ બેમાં લાગેલી આગ હવે નિયંત્રણમાં છે. જો કે સતત ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. શિપ બંદરગાહ 10થી 15 ડિગ્રી ઝુકી ગયુ છે. સાથે સાથે શિપની તરફ કટેનર સમુદ્રમાં પડવાની સુચના મળી છે.

Back to top button